માળીયા હાટીના તાલુકાના પીખોર ગામે જુગાર રમતી 6 મહિલા સહિત કુલ 12 જુગારી ઝડપાયા - At This Time

માળીયા હાટીના તાલુકાના પીખોર ગામે જુગાર રમતી 6 મહિલા સહિત કુલ 12 જુગારી ઝડપાયા


6 મહિલાઓ જુગાર રમતા ઝડપાતા મહિલાઓ માં ફફડાટ

માળીયા હાટીના ઇન્ચાર્જ પીએસઆઈ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીખોર ગામે સુતાર ફળિયા માં દૂધની ડેરી સામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ધીરજ લક્ષ્મીદાસ ભાડજા, અંબાવી નારશી ઘોડાસરા, વલ્લભ નરશી ઘોડાસરા, ભરત છગન રાઠોડ, ભાવેશ કાંતિ રાઠોડ, મહિપત પ્રવીણ બાબરીયા સહિત 6 મહિલા સાથે કુલ 12 જુગરીઓ સાથે રૂ. 14560/- તેમજ કુલ મો.નંગ 8 કિંમત રૂ. 31000/ના કુલ 45560/ મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.