રાજકોટમાં રેલનગર અંડરબ્રિજમાં ભરાતાં પાણીની સમસ્યાને લઈ રૂ. 50 લાખથી વધુના ખર્ચે થશે રિનોવેશન, બે મહિના અવરજવર બંધ કરાશે - At This Time

રાજકોટમાં રેલનગર અંડરબ્રિજમાં ભરાતાં પાણીની સમસ્યાને લઈ રૂ. 50 લાખથી વધુના ખર્ચે થશે રિનોવેશન, બે મહિના અવરજવર બંધ કરાશે


રાજકોટ મનપા દ્વારા રેલનગરમાં રહેતા લોકો માટે રૂ. 17 કરોડનાં ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ બ્રિજ બન્યો ત્યારથી તેમાં વર્ષમાં છ-છ મહિના વગર વરસાદે પણ પાણી ભરાઇ રહેતા હોવાની સમસ્યા છે અને તેનો ઉકેલ લાવવા લોકો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી ચૂકી છે. લાંબા સમયથી થતી આ રજૂઆતો બાદ આખરે તંત્ર જાગ્યું છે. રેલનગરનાં અંડરબ્રિજમાં ભરાતા પાણીની સમસ્યાને લઈને રૂ. 50 લાખથી વધુનાં ખર્ચે રિનોવેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી સપ્તાહથી બે મહિના આ બ્રિજમાંથી લોકોની અવરજવર બંધ કરાશે. આ તમામ બાબતો જોતા એવો ઘાટ ઘડાય છે કે, પહેલા અંડરબ્રિજ બનાવવા તંત્રએ પ્રજાના કરોડો રૂપિયા નાખ્યાં પણ સુવિધા જ દુવિધા બની ગઈ. હવે તેજ અંડરબ્રિજના રિનોવેશન માટે પ્રજાના જ લાખો રૂપિયાનું આધંણ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.