ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ગેસ-લાઇનની કામગીરીનાં ધાંધિયા ખેડૂતોની જમીન સંપાદનનું પેમેન્ટ નાં ચૂકવાતાં ખેડૂતોમાં આક્રોશ કામ બંધ કરવાં ઉચ્ચારી આંદોલનની ચીમકી - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ગેસ-લાઇનની કામગીરીનાં ધાંધિયા ખેડૂતોની જમીન સંપાદનનું પેમેન્ટ નાં ચૂકવાતાં ખેડૂતોમાં આક્રોશ કામ બંધ કરવાં ઉચ્ચારી આંદોલનની ચીમકી


તા:28 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ગેસ લાઇનની કામગીરીનાં ઠગાઠૈયાથી ખેડૂતો પરેશાન અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે જ્યારે આ ઞેસ લાઈનની કામગીરીની શરૂઆત બોડીદર ઞામની જ્યાંથી જમીન સંપાદનની શરુઆત થઈ હતી તે ખેડૂત ગોહિલ જેસીંગભાઇ પુંજાભાઇનાં ખેતરમાં ગેસ કંપનીએ એક આ કંપનીની ઓફિસ બનાવી અને ઞેસ લાઈનની કામગીરીની શરૂઆત કરી હતી ત્યારબાદ આગળ ગેસ લાઈનની કામગીરી શરૂ કરવા માટે અનેક ખેડૂતોને આ કંપનીએ વિશ્વાસમાં લઈ અને ધીમે ધીમે જમીન સંપાદન ભાડાં કરારથી કામગીરી પૂર્ણ કરી લેતાં અનેક ખેડૂતોની હાલ જમીન રિપેરીઞ નાં થતાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જેમાં ઉનાળું પાકનું વાવેતર પણ થશે નહીં એવી ચિંતા ખેડૂતોમાં સતાવી રહી છે ત્યારે આજે ખેડૂતો જન આકોશ સાથે કંપનીની ઓફિસે પહોંચી જતાં એક કલાક માટે ઞેસ લાઇનનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું

ત્યારબાદ ખેડૂતોની એક જ માંગણી હતી કે કંપનીને અમે એગ્રીમેન્ટ કરી દીધું છે કે અમારી જમીન જેવી છે તેવી જ કંપનીએ તૈયાર કરીનેં ખેડૂતોનેં સોંપવામાં આવે અને જો ખેડૂતો નાં જાન-માલ-સામાનનું નુકસાન થાય એમનું વળતર ચુકવવામાં આવે પણ કંપનીએ અમારી જમીન સંપાદન રીપેરીંગ કરી અને ખેડૂતોને સોંપવાની જવાબદારી લીધી હતી આવો વિશ્વાસ વ્યક્ત કરી કંપની અને કંપનીનાં અધિકારીઓએ હાથ ખંખેરી દેતાં હોય આ કામગીરી અધુરી છોડીને ખેડૂતોને મન ફાવે તેવા જવાબ કંપનીની ઓફિસેથી મળતાં હતાં એટલે આજે ખેડૂતોની ધિરજ ખુટી પડતાં જન આક્રોશ સાથે ખેડૂતો કંપનીએ પહોંચીને આ કામ બંધ કરાવ્યું હતું ખેડૂતો કંપની ઉપર ઉગ્ર રજૂઆત કરતા એવું જણાવ્યું હતું કે જ્યારે અમારી જમીન સંપાદન કરવામાં આવી હતી ત્યારે મઞફળીની સિઝન દિઠ એકર ઞુઠાનાં ભાવ જે નક્કી થયેલ છે સરકારી ભાવે પેમેન્ટ ચુકવણું કરવામાં આવશે જેમાં પહેલી સિઝનનું પેમેન્ટ ચુકવણું થઈ ગયું છે

જેમાં આ સુધી એકપણ ખેડૂતોને બીજી સીઝન ઘઉ જુવાર જેવાં પાક તૈયાર થયેલ સિઝનનું પેમેન્ટ કંપની એ આપેલ ટાઇમ પુર્ણ થયઞયેલ હોવાં છતાં એ પછી પણ આજે બે મહિના મોડું પેમેન્ટ કરવા છતાં પણ કંપની દ્વારા પેમેન્ટ કરવામાં ધાંધિયા કરતાં હોય જેમાં આજે ખેડૂતોની ધિરજ ખુટી પડતાં ખેડૂતો વિફર્યા હતાં જ્યાં ભિયાળ રોડ ઉપર આવેલી કંપનીની ઓફિસે ખેડૂતોએ ધામા નાખ્યા હતાં ખેડૂતો એ ધામા નાખતા તરતજ કર્મચારીઓને રેલો આવ્યો હતો અને પોલીસ પણ બોલાવી પડી હતી જેમાં ગીર ગઢડા પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા ખેડૂતોને સમજાવી યોગ્ય ઉકેલ લાવવામાં કંપનીનાં કર્મચારીએ મૌખિક બાંહેધારી આપી હતી અને આ મામલો થાળે પાડી કામ શરું કરાવામાં આવ્યુ હતું

ત્યારબાદ ત્યાંના હાજર કર્મચારી અને પોલીસ સ્ટાફએ કંપનીનાં ઉપરનાં અધિકારી સાથે ટેલીફોનિક વાત કરીને ખાતરી આપી હતી કે આવતીકાલે કંપનીઓનાં ઉપલા અધિકારીઓ સ્થળ ઉપર આવશે હવે આવતીકાલે શું થશે એ જોવાનું રહ્યું ??? જેમાં ખેડૂતો આવતીકાલે ફરી કામ બંધ કરાવશે ??? એ વિષયે પણ ચર્ચાનું જોર પકડયું છે આ માટે બપોરે 12 વાગ્યે તમામ ખેડૂતો ફરી ત્યાં ભેગા થવાનાં છે જે બાબતે આવતીકાલે ચર્ચાનો વિષય બનશે એવું પણ જાણવા મળ્યું હતું જેમાં અનેક ગામડાઓમાં પાછળ કામ કરેલ ગામડાનું પેમેન્ટ થય ઞયુ છે તો એકને ઞોળ એકનેં ખોળની નિતી કેમ ??? એનાં વિરુદ્ધ ખેડૂતો પણ મક્કમ હોય એક જ માંગ સાથે અમારું પેમેન્ટ કરો અમારી જમીન સંપાદન હતી તેમ કરીને પાછી ખેડૂતોની જમીન જેવી હતી તેવી જ જમીન કરીને આપો એવી માંગ ઉઠવા પામી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.