ગુજરાત એસ.ટી.નિગમ દ્રારા "ડ્રાઈવર ડે" અને પોરબંદર પોલીસ દ્રારા માર્ગ સલામતીની ઉજવણી અંતર્ગત પોરબંદર એસ.ટી.બસોનાં ડ્રાઈવરો સાથે ટ્રાફિક અવેરનેસ સેમીનાર યોજવામાં આવ્યો.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xoahxd98awzoo3im/" left="-10"]

ગુજરાત એસ.ટી.નિગમ દ્રારા “ડ્રાઈવર ડે” અને પોરબંદર પોલીસ દ્રારા માર્ગ સલામતીની ઉજવણી અંતર્ગત પોરબંદર એસ.ટી.બસોનાં ડ્રાઈવરો સાથે ટ્રાફિક અવેરનેસ સેમીનાર યોજવામાં આવ્યો..


ગોસા(ઘેડ) પોરબંદર તા.૨૪/૦૧/૨૦૨૪
પોરબંદર પોલીસ દ્રારા માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત એક મહિના સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સાહેબ શહેર વિભાગ પોરબંદરનાંઓનાં માર્ગદર્શન હેઠળ આજ રોજ પોરબંદર એસ.ટી.બસોના ડ્રાઇવરો સાથે ટ્રાફિક અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસ.ટી.વિભાગના અધિકારીશ્રીઓ તેમજ ડ્રાઇવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારમાં પોરબંદર ટ્રાફિક પોલીસ અધિકારી તથા પોરબંદર એસ.ટી.વિભાગના અધિકારીશ્રીઓ દ્રારા માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપ્યું હતું અને ડ્રાઇવરોને અકસ્માત ન થાય તે માટે પૂરતી તકેદારી અને સાવધાની રાખવા જણાવેલ હતુ. ગુજરાત એસ.ટી.નિગમ દ્રારા આજરોજ "ડ્રાઈવર ડે" ની ઉજવણી અંતર્ગત એસ.ટી.ડ્રાઈવરોને ટ્રાફિક પીએસઆઈ કે.બી.ચૌહાણ એસ.ટી.વિભાગના અધિકારી સરમણભાઈ કડછા,દેવશીભાઈ મોઢવાડિયા તથા હેતલભાઈ રૂઘાણી દ્રારા ગુલાબના ફૂલો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ કે.બી.ચૌહાણ, એસ.ટી.વિભાગના અધિકારીશ્રીઓ,ડ્રાઇવરો તથા ટ્રાફિક એ.એસ.આઈ.ડી.ડી.વાઢીયા, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ ગોહેલ વિગેરે જોડાયા હતા...
રિપોર્ટર:- વિરમભાઈ કે. અગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]