બરવાળામાં ધોળે દિવસે વેપારી ની દુકાનમાંથી ૧,૭૦,૦૦૦ રૂપિયાની રોકડ ની ચોરી ધોળે દિવસે ચોરી થતા વેપારીઓમાં ફફડાટ - At This Time

બરવાળામાં ધોળે દિવસે વેપારી ની દુકાનમાંથી ૧,૭૦,૦૦૦ રૂપિયાની રોકડ ની ચોરી ધોળે દિવસે ચોરી થતા વેપારીઓમાં ફફડાટ


બરવાળા રોજીદ દરવાજામાં આવેલ સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરમાં સાયકલ ની દુકાન ધરાવતા અને સાયકલ ટાયર ટ્યુબ અને સ્પેરપાર્ટ નો ધંધો કરતા અહેસાન અયુબભાઈ વારૈયા બપોરે પોતાના ઘેર જમવા ગયેલા અને બહાર વેપારીને આંગળીઓ કરવાનું હોવાથી તેઓના ઘરેથી રૂપિયા ૧,૭૦,૦૦૦ લઈને દુકાને આવેલા અને નમાજ પડવાનો સમય થઈ ગયો હોવાથી તેઓએ તેમની દુકાનમાં આવેલ તિજોરીમાં રૂપિયા૧,૭૦,૦૦૦ મૂકી તાળુ મારી નજીકમાં આવેલ મસ્જિદમાં નમાજ પડવા ગયેલા અને દુકાનને તાળું મારવાનો બદલે પડદો આડો કરેલ તેઓ નમાજ પઢીને પરત આવતા દુકાનમાં પ્રવેશતા જોયેલ તો તિજોરી નું તાળું તૂટેલું હતું અને તેમાં રાખેલ રૂપિયા ૧,૭૦,૦૦૦ કોઈ ઉઠાવી ગયેલ હોવાનું માલુમ પડેલ આમ બરવાળા મેન બજારમાં ધોળે દિવસે દુકાનમાંથી કોઈ ગઠીયો રૂપિયા ૧,૭૦,૦૦૦ ઉઠાવી જતા વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાયેલ છે આ બનાવ અંગે એહસાનભાઇ અયૂબભાઇ એ બરવાળા પોલીસને અરજી દ્વારા જાણ કરતા હાલ બરવાળા પોલીસ ખાનગી રાહે તપાસ શરૂ કરેલ છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.