યાર્ડમાં 472 કિલો ડુંગળી વેચનાર ખેડૂતને રાતી પાઈ ન મળી, સામા રૂ.131 ચૂકવવા પડ્યા - At This Time

યાર્ડમાં 472 કિલો ડુંગળી વેચનાર ખેડૂતને રાતી પાઈ ન મળી, સામા રૂ.131 ચૂકવવા પડ્યા


ડુંગળી પાણીના ભાવે વેચાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે બુધવારે ધુતારપુર ગામના ખેડૂત રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યો હતો. તેને વળતર તો નહોતું મળ્યું પરંતુ સામે તેને રૂ.131 ચૂકવવા પડ્યા હતા. ધુતારપુર ગામના ખેડૂત જમનભાઈ કુરજીભાઈ પહેલી માર્ચના રોજ તેઓ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને આવ્યા હતા. એક મણનો ભાવ તેને રૂ.21 મળ્યો હતો. તેને પોતાની ડુંગળી વેચવાના પૈસા રૂ. 495 મળ્યા હતા. જ્યારે ખરાજત તેને રૂ. 626 થઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.