ડભોઇ – બોડેલી રોડ ઉપર અકસ્માત – એક વ્યક્તિનું મોત - At This Time

ડભોઇ – બોડેલી રોડ ઉપર અકસ્માત – એક વ્યક્તિનું મોત


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ - બોડેલી રોડ ઉપર રાત્રિના સમય દરમિયાન બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક કોઈક વાહને આ બાઈક ચાલકને હડફટમાં લીધા હતા. જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજયું હતું. આ બાઈક ચાલક વડોદરા થી પાવીજેતપુર જઈ રહ્યા હતા પરંતુ રાત્રીના સમય દરમિયાન કોઈક અજાના વાહન ચાલકે આ બાઈક ચાલકને ટક્કર મારી હતી જેના કારણે આ બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.

સમગ્ર ઘટનામાં બાઇક સવારનું ઘટના સ્થળે થયું મોત

ડભોઇ - બોડેલી રોડ ઉપર રાત્રિના સમય દરમિયાન અચાનક કોઈક અજાણ્યા વાહન ચાલકે આ સવાર બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિભ્યું હતું આ સમગ્ર ઘટના બનતા જ આસપાસના રહીશો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું .જેથી આસપાસના રહીશોએ તાત્કાલિક ડભોઇ પોલીસને જાણ કરતા ડભોઇ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલો ઢાળે પાડ્યો હતો.

અજાણ્યા વાહનને પકડવાના ચક્રો કર્યા ગતિમાન

આ બાઈકચાલક વડોદરા થી પાવીજેતપુર જઈ રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક કોઈ કાળ આવી જતા તેઓને આ અકસ્માત નડ્યો હતો જેના કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું પરંતુ મહત્વની વાત એ છે કે કયા અજાણ્યા વાહન ચાલકે આ બાઈક ચાલકને ટક્કર મારી છે તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon