રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન દ્વારા RPF બાઇક રેલી RPF બેન્ડ પાર્ટીની સાથે વિડીયો વોલને લીલી ઝંડી આપી પ્રસ્થાન. - At This Time

રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન દ્વારા RPF બાઇક રેલી RPF બેન્ડ પાર્ટીની સાથે વિડીયો વોલને લીલી ઝંડી આપી પ્રસ્થાન.


રેલ્વે સુરક્ષા બળ અમદાવાદ મંડલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં એક પગલું આગળ વધીને તારીખ 20.07.2022 ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલ્વે મંડલના પ્રબંધક/DRM શ્રી તરુણ જૈન દ્વારા RPF બાઇક રેલી અને RPF બેન્ડ પાર્ટીની સાથે વિડીયો વોલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું,

આ પ્રસંગે 8 સેવા નિવૃત RPF જવાનોનું પણ રેલ મંડલ પ્રબંધક ( DRM ) શ્રી તરુણ જૈન દ્વારા સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, સમારોહનું સમાપન RPF 'અમૃત ગીત'ના ધુન સાથે થયું આ રેલી 24.07.2022 સુધી અમદાવાદ મંડલના સાબરમતી, વિસનગર, વડનગર, મહેસાણા, કલોલ, હિંમતનગર વગેરે સ્ટેશનો સહિત 15 જુદાજુદા સ્ટેશનોને આવરી લેશે,

આ રેલી દરમિયાન સ્વતંત્રતા સેનાનીઓના પરિવારના સભ્યોને પણ તારીખ 21.7.2022 ના રોજ વિસનગર (મહેસાણા) માં અને 22.7.2022 ના રોજ મણિનગર (અમદાવાદ) ખાતે સન્માનિત કરવામાં આવશે. RPF ની સિદ્ધિઓ વિડીયો વોલ સ્ટ્રીમિંગના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવશે અને શાળાના બાળકો અને સામાન્ય માણસોમાં પેમ્ફલેટનું વિતરણ જેથી કરીને રેલ્વેમાં મુસાફરોની સેવા માં RPF ની ભૂમિકા અને જવાબદારીનો પ્રચાર કરી શકાય અને રેલ્વેની વિશાળ સંપત્તિ ની સુરક્ષા તેમજ વ્યાપક રેલ્વે નેટવર્ક દ્વારા રોજના 23 મિલિયનથી વધુ મુસાફરોને સુરક્ષા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે,

આ ઉપરાંત 13 જૂન 2022થી RPF ના જવાનો દ્વારા રન ફોર યુનિટી, વૃક્ષારોપણ, જળ સેવા અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ પૂરા જોશ અને ઉત્સાહ સાથે હાથ ધરવામાં આવી રહી છે જે 15 મી ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે,

આ કાર્યક્રમ દરમિયાન અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે, વરિષ્ઠ વિભાગીય સુરક્ષા કમિશનર શ્રી એસ. એસ. અહેમદ સહિત અન્ય વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.