મહિસાગર બ્રેકિંગ...... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xaztbeq2dk0qr3vf/" left="-10"]

મહિસાગર બ્રેકિંગ……


આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે તેમના મતવિસ્તાર સંતરામપુર ખાતે નગરપાલિકામાં કામ કરતા ૧૨ સફાઈ કામદારોની કાયમી નિમણૂક કરવામાં આવી અને ૭ નવા સફાઈ કામદારો ની નિમણૂક કરવામાં આવી,આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને નિમણૂક પત્ર એનાયત કર્યા.
કાયમી નિમણૂકના ઓર્ડર મળ્યાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.આ ઉત્તમ કાર્યના સાક્ષી બની ધન્યતા અનુભવી અને સૌને અભિનંદન પાઠવ્યા.
સાથે APMC ના ચેરમેન શાંતિલાલ પટેલ,લોકસભા ના વિસ્તારક શ્રી પ્રિયંક શાહ,મોહનભાઈ ભોઈ,નગરપાલિકા ના ચીફ ઓફિસર સહિત અન્ય કર્મચારીઓ હાજર રહ્યા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]