બે માસમાં બે મકાનને નિશાન બનાવનાર મહેબૂબ ઉર્ફે મેબલો ઝડપાયો - At This Time

બે માસમાં બે મકાનને નિશાન બનાવનાર મહેબૂબ ઉર્ફે મેબલો ઝડપાયો


રાત્રીના સમયે દિવાલ ઠેકી મકાનમાં ત્રાટકી બે મકાનને નિશાન બનાવી રૂ।.2.83 લાખની ચોરી કરનાર મહેબૂબ ઉર્ફે મેબલાને પોલીસે આંબેડકર નગર સર્કલ પાસેથી દાબીચ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, માલવીયનગર પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.મહેસ્વરી ટિમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે 150 ફૂટ રિંગરોડ પર આવેલ આંબેડકરનગર સર્કલ પાસેથી બાઇક સાથે નીકળેલા મહેબૂબ ઉર્ફે મેબલા હારૂન ડેલા (ઉ.વ.33)(રહે. ખોડીયારનગર શેરી નં.3) ને અટકવી કડક પૂછપરછ કરતાં તેને તા.20 જુલાઈના હરિદ્વાર સોસાયટીમાં આવેલ મકાનમાંથી રોકડ, સોના અને ચાંદી સહિત રૂ।.2.80 હજારના મુદામાલની અને બે દિવસ પહેલા ન્યુ ગોપાલ પાર્ક શેરીમાં આવેલ મકાનમાંથી રોકડ રૂ।.3 હજારની ચોરી કાર્યની કબૂલાત આપી હતી. પોલીસે બાઇક રૂ.30 હજારના મૂદામાલ સાથે આરોપીને દબોચી વધુ ચોરીના ભેદ ખોલવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મહેબૂબ ઉર્ફે મેબલા અગાઉ દુષ્કર્મના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને રાત્રીના સમયે મકાનની દિવાલ ઠેકી ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.