આણંદ જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ - At This Time

આણંદ જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ


'સ્વચ્છતા હી સેવા'
અભિયાન અંતર્ગત
રાજ્યભરમાં સ્વચ્છતા
કાર્યક્રમો યોજાઈ રહ્યા
છે. જેઅંતર્ગત જિલ્લાના
શહેરો, નગરો, ગામો,
શાળા-કોલેજો, રેલ્વે
સ્ટેશન,બસમથકો, ધાર્મિક
સ્થાનો, યાત્રાધામોમાં
સફાઈ અભિયાન હાથ
ધરવામાં આવી રહ્યા
છે. આ અભિયાન
હેઠળ જિલ્લાની વિવિધ
શાળાઓ ખાતે સ્વચ્છતા
ઝુંબેશ હાથ ધરવામાં
આવી હતી. જેમાં આણંદતાલુકાના અજરપુરા,
મોગર, સંદેસર તથા
ખાનપુર, બોરસદ તાલુકાના ગોરવા,
સૈજપુર તથા ખાનપુર,
ખંભાત તાલુકાના તમસા,
પેટલાદ તાલુકાના
ગૂંટેલી તથા ખડા અને
તારાપુર તાલુકાના મોરજ
ખાતેની શાળાઓમાં હાથ
ધરવામાં આવેલ સ્વચ્છતા
અભિયાનમાં શાળાના
શિક્ષકો, કર્મચારીઓ તથા
વિદ્યાર્થીઓ સહભાગી
બન્યા હતા.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.