આણંદ ખાતે જાતીય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંતર્ગત સેમિનાર યોજાયો - At This Time

આણંદ ખાતે જાતીય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંતર્ગત સેમિનાર યોજાયો


કમિશ્નરશ્રી, મહિલા અનેબાળ
વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ
આણંદ જિલ્લા મહિલા અને બાળ
અધિકારીની કચેરી દ્વારા વિદ્યાનગર
સ્થિત એસ.એમ.પટેલ હોમ સાયન્સ
કોલેજ ખાતેકામકાજના સ્થળેથતી
જાતીય સતામણી અધિનિયમ -
૨૦૧૩ અંતર્ગત સેમિનાર યોજાયો
હતો.
મહિલા અને બાળ અધિકારી
ફરજાનાબેન ખાનના માર્ગદર્શન
હેઠળ યોજાયેલ આ સેમિનારમાં
એડવોકેટ મમતાબેન રાજપુત દ્વારા
કામકાજના સ્થળે થતી જાતીય
સતામણી અધિનિયમ-૨૦૧૩
અંતર્ગત જાતીય સતામણી કાયદા
વિશે વિસ્તૃત સમજ આપવામાં
આવી હતી. ૧૮૧ ટોલ ફ્રી નંબર
(અભયમ હેલ્પલાઈન) અંગે
વિગતવાર જાણકારી આપી સંકટ
સખી એપ્લિકેશન ડાઉનલોડ કરવા
અંગે માર્ગદર્શન આપ્યું હતું.મહિલાઅનેબાળ વિકાસ કચેરીના
ફાલ્ગુનીબેન સોલંકીએ દહેજ
પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧,
ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫,
સ્વધાર ગૃહ અને વિવિધ મહિલા
ક્લ્યાણ કેન્દ્રની વિસ્તૃતમાં માહિતી
આપી હતી. આ ઉપરાંત વ્હાલી
દીકરી યોજના, બેટી-બચાઓ બેટી-પઢાઓ યોજના, ગંગા સ્વરૂપા
આર્થિક સહાય યોજના, ગંગા
સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન
યોજના વિષે વિસ્તૃત માહિતી
આપવામાં આવી હતી.
એસ.એમ.પટેલ કોલેજ ઓફ
હોમસાયન્સના પ્રિન્સીપાલ
ભાવનાબેન ચૌહાણના
સહયોગથી વુમન સેલના કો-
ઓર્ડીનેટર ડો.મીનલ ચૌહાણ
અને ડો. મિતલ બારોટ દ્રારા
કોલેજની વિદ્યાર્થીનીઓનેખુબ જ
ઉપયોગી માર્ગદર્શન આપવામાં
આવ્યું હતું. કામકાજના સ્થળે
જાતીય સતામણી અધિનિયમ
– ૨૦૧૩ અંતર્ગત પ્રતિકાર
ફિલ્મનું નિદર્શન કરવામાં
આવ્યુ હતું.
આ સેમિનારમાં પોલીસ
સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના
કાઉન્સેલર, સખી વન સ્ટોપ
સેન્ટરના કેન્દ્ર સંચાલક તથા
મહિલા અને બાળ વિકાસ
અધિકારીની કચેરીના કર્મીઓ,
ડીએચઈડબલ્યુનો સ્ટાફ, વુમન
સેલના પ્રોફેસર અને કોલેજની
વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતાં.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.