મસ્તીચકમાં ગાયત્રી મહાયજ્ઞની તૈયારી પૂરી - At This Time

મસ્તીચકમાં ગાયત્રી મહાયજ્ઞની તૈયારી પૂરી


મસ્તીચકમાં ગાયત્રી મહાયજ્ઞની તૈયારી પૂરી

મસ્તીયક-છપરા-બિહાર સંસૂ પરસાઃ અખંડ જ્યોતિ ગાયત્રી પરિવાર મસ્તિચક રમેશપુરમ તરફથી તા-૩૧ ઓકટોબર થી પ્રારંભ થનારા ૨૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનો શુભારંભ કળશયાત્રા સાથે થશે, એ દરમ્યાન તા-૩૧ ઓકટોબરના રોજ શોભાયાત્રા તથા ઝાંખીની સાથે કળશ ભરવામાં આવશે.

તેમાં વૃક્ષારોપણ, નિર્મલ ગંગા જલ અભિયાન, પર્યાવરણ-સંવર્ધન, નારી જાગરણ, નશા નાબુદી પર વિશેષ રૂપથી ઝાંખી કાઢવામાં આવશે. સંસ્થાના સભ્ય અમિતકુમાર સિંહે કળશયાત્રા તથા શોભાયાત્રામાં માતાઓ બહેનો તથા ભાઈઓ સહિત વધારેથી વધારે સંખ્યામાં સામેલ થવા આહ્વાન કર્યું હતું.

આ ક્રમમાં કળશયાત્રા તથા શોભાયાત્રા બાદ કળશ ધારણ કરેલ માતાઓ તથા બહેનો પર પુષ્પ વર્ષા કરી તેમને પ્રસાદ આપી વિદાય આપવામાં આવશે. તા-૩૧

ઓકટોબર મંગળવારના રોજ કળશયાત્રા, ૦૧ નવેમ્બર બુધવારના રોજ યુગ સંગીત, ૦૨ નવેમ્બર ગુરુવારના રોજ યજ્ઞમાં આહુતિ તથા વિભિન્ન સંસ્કાર, ૦૩ નવેમ્બર શુક્રવારના રોજ સામૂહિક દીક્ષા સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાંજના પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી દીપકોથી દીપમહાયજ્ઞ તથા યુવા મહોત્સવનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. ધ્યાન, યોગ, આસન, પ્રાણાયામની તાલીમ સાથે ગાયત્રી મહાયજ્ઞ તથા વિભિન્ન સંસ્કાર સંપન્ન કરાવતા પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ પ્રસાદ વિતરણ તથા ટોળી વિદાયનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં શ્રી રમેશપુરમ્ મસ્તીચક, સારણ, બિહાર ખાતે થનાર ૨૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં સેવા કાર્યમાં સહયોગી બનવા અમદાવાદ, વડોદરા, સુરત વગેરેના ગાયત્રી પરિવારના પરિજન કાર્યકર્તા મોટી સંખયામાં જઈ રહ્યાછે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.