દહેગામના પાટનાકુવા ગામના ક્ષત્રિય યુવક મંડળ દ્વારા તુળજા ભવાની મંદિર ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vzerebo6oeyipv9g/" left="-10"]

દહેગામના પાટનાકુવા ગામના ક્ષત્રિય યુવક મંડળ દ્વારા તુળજા ભવાની મંદિર ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું


પાટનાકુવા ગામના ક્ષત્રિય યુવક મંડળ દ્વારા નવલા નોરતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.. . . . , દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે નવરાત્રી ના નવમા દિવસે રાત્રે પાટનાકુવા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ ના પ્રખ્યાત સ્થળ તરીકે જાણીતા પાટનાકુવા ગામમાં આવેલ તુળજાભવાની મંદિર ખાતે દર વર્ષે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામના તેમજ આજુબાજુ ના ભાવિભક્તો પરંપરાગત રીતે ગરબા ઘૂમે છે અને તુળજાભવાની માતાના દર્શન કરતા હોય છે. આજે નવરાત્રી ના છેલ્લા દિવસે પાટનાકુવા ગામના ક્ષત્રિય યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 160 કિલો શીરાનો પ્રસાદ બનાવી તુળજાભવાની મંદિર પાટનાકુવા અને મહાકાળી મંદિર પાટનાકુવા એમ બંને મંદિરે ભાવિભક્તો ને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું. , , રીપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]