અમીન માર્ગ પર પૈસાની લેતી દેતીમાં યુવક પર છરીથી હુમલો, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા - At This Time

અમીન માર્ગ પર પૈસાની લેતી દેતીમાં યુવક પર છરીથી હુમલો, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા


રાજકોટમાં જાણે ખાખીનો ખોફ જ ન હોય તેમ રોજ બરોજ નજીવી બાબતે છરી વડે હુમલાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વધુએક ઘટના સામે આવી છે જેમાંશહેરના અમીન માર્ગ પર સમી સાંજે એક યુવક પર અન્ય બે યુવકો દ્વારા છરી વડે હુમલો કરવામાંઆવ્યો છે જેમાં ગંભીર ઇજા પહોંચતા ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડી હુમલાખોર બન્ને શખ્સોને સકંજામાં લઇ માલવિયાનગરપોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો થયો હોવાનું માનવામાંઆવી રહ્યું છે. ત્યારે હાલ પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.