વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ચકચારી લુંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લુંટમા ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4qqbmcr1xdmnczi9/" left="-10"]

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ચકચારી લુંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લુંટમા ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ


અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.ચંદ્રશેખર સાહેબ તથા મહે.જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ થતા અટકાવવા સારૂ સખ્ત સુચના કરેલી જે આધારે ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.ડી.ચૌહાણ વિરમગામ વિભાગ વિરમગામ નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમા થતા મિલકત સબંધી ગુન્હાઓને ઉકેલવા સારુ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એ.વાઘેલા નાઓએ સુચના કરેલ
ગુનાની રૂપરેખા ગઈ તા.૧૧/૦૭/૨૦૨૨ ના રોજ ફરીયાદી અંકિતાબેન ડો.ઓ જયંતીભાઇ અંબાલાલ પટેલ રહે. દસલાણા, નવોવાસ, રામજીમંદિર પાસે, તા.વિરમગામ જી.અમદાવાદ નાઓ મહીલા બચત ઘીરાણ મંડળીએ ધિરાણ કરેલ બાબતેના માસીક હપ્તા (કલેકશન) કરવા સારૂ આશરે ક. ૧૦/૦૦ વાગ્યે વિરમગામ હાથી તલાવડી વિસ્તારમાં અલગ-અલગ ઘરે મંડળીના સભ્યો પાસે પૈસાનું કલેકશન કરવા ગયેલ અને કલેક્શન કર્યા બાદ આશરે એકાદ વાગ્યાના સુમારે વિરમગામ હાથી તલાવડીથી ડી.સી.એમ. કોલેજના મેદાનમા થઈ પરત થતા હતા તે દરમ્યાન ડી.સી.એમ. કોલેજના મેઇન ગેટ બહાર નીકળતા બે અજાણ્યા ઇસમોએ બાઇક ઉપર ફરીયાદી પાસે આવી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદી પાસે રહેલ મહિલા બચત ધિરાણ મડળીના ફરીયાદીએ કલેક્શન કરેલ રૂપિયા આશરે દોઢેક લાખ ભરેલ થેલો ઝુંટવી થેલાની લુટ કરી ફરીયાદીને નીચે જમીન ઉપર પાડી દઇ ડાબા ખભે ઇજા કરી નાસી ગયેલ જેથી ફરીયાદી નાઓ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે સારવાર લેવા સારૂ ગયેલ અને શિવ હોસ્પિટલ ખાતેથી અત્રેના પો.સ્ટે. ટેલીફોન વર્ધી આવતા જે આધારે બનાવ સંબંધે માહીતીથી અવગત થઈ ફરીયાદી નાઓ ફરીયાદ આપતા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં- ૧૧૧૯૨૦૬૧૨૨૦૧૫૮ ઇ.પી.કો કલમ. ૩૯૪, ૩૪ મુજબ નો ગુનો ગઈકાલ તા.૧૨/૦૭/૨૦૨૨ ના કલાક ૨૨/૩૦ વાગ્યે દાખલ કરેલ.

ગુનાનું પગેરૂ
સદર ગુનાની તપાસ તજવીજ કરતા સી.સી.ટી.વી. સર્વેલન્સ તથા ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન રીસોર્સીસની મદદથી પો.કો. જયદીપસિંહ જવાનસિંહ બ.નં.૦૧૯ તથા પો.કો. વિરસંગજી પ્રભુજી બ.નં.૨૧૪ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે,"સદર લુંટના ગુનામાં સંકળાયેલ શંકાસ્પદ ઇસમો (૧) ગોવિંદભાઇ કાળુભાઇ જાતે રાઠોડ(વાલ્મીકી) રહે-વિરમગામ હાથી તલાવડી વાલ્મીકી વાસ તા- વિરમગામ જી-અમદાવાદ તથા (૨) પ્રદિપકુમાર જયંતીલાલ જાતે ઝાલા ( વાલ્મીકી ) રહે-વિરમગામ હાથી તલાવડી તા-વિરમગામ જી-અમદાવાદ નાઓ સદર ગુના સાથે સંકળાયેલ હોવાની હકીકત મળતા સદર બંને ઇસમોને લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછ પરછ કરતા સદર ગુનામા પોતે તથા અન્ય ઇસમો સાથે સંકાળેલ હોવાની હકીકત જણાવેલ અને આરોપીઓની સઘન પુછ પરછ આધારે
સદર ગુનાને નીચે મુજબના ઇસમોએ મળી અંજામ આપેલ છે

(૧) ગોવિંદભાઇ કાળુભાઇ રાઠોડ(વાલ્મીકી) રહે-વિરમગામ હાથી તલાવડી વાલ્મીકી વાસ તા- વિરમગામ જી-અમદાવાદ
(૨) પ્રદિપકુમાર જયંતીલાલ ઝાલા ( વાલ્મીકી ) રહે-વિરમગામ હાથી તલાવડી તા-વિરમગામ જી-અમદાવાદ
(૩) મેહુલ સેંધાભાઇ ડાભી (વણકર) રહે-ડેડીયાસણ,વણકર વાસ તા- વિરમગામ જી-અમદાવાદ
(૪) અજય ભોજાજી ઠાકોર (માસ્ટર માઇન્ડ) રહે.વિરમગામ હાથી તલાવડી તા.વિરમગામ

મોડેસ ઓપરેન્ડી

સદર ગુન્હાના કામના માસ્ટર માઇન્ડ અજય ભોજાજી ઠાકોર રહે.વિરમગામ હાથી તલાવડી તા.વિરમગામ નાઓ ફરીયાદી બહેન હાથી તલાવડીમા પૈસાના કલેક્શન માટે આવતા હોય તેમના આવતા જતા તેની રેકી કરી સમય નક્કી કરી પોતાની મળતીયા માણસોને ગુનાને અંજામ આપવા બે મહિના પહેલા તૈયારી કરેલા પરતુ નક્કી કરેલ જગ્યા ઉપર માણસોની અવર જવર વધારે હોય ગુનાને અંજામ આપી શકેલ નહી અને બાદ તા ૧૧/૦૭/૨૦૨૨ ના રોજ ફરીયાદી બહેન ઉપર માઇન્ડ અજય ભોજાજી ઠાકોર ધ્યાન રાખી આરોપી નં (૧) ગોવિંદભાઇ કાળુભાઇ રાઠોડ રસ્તામા આવતા જતા માણસોની હલચલ ઉપર ધ્યાન રાખવા સારૂ ગુનાવાળી જગ્યાથી થોડે દુર ઉભો રાખી ફરીયાદી બહેન હાથી તલાવડી વિસ્તારમાથી બહાર નિકળતા માસ્ટર માઇન્ડ આરોપી અજય ભોજાજી ઠાકોરનાઓએ આરોપી નં (૧) ગોવિંદભાઇ કાળુભાઇ રાઠોડ તથા નં (૨) પ્રદિપકુમાર જયંતીલાલ ઝાલા નાઓને મોબાઇલથી માહીતી પુરી પાડી આરોપી નં (૧) ગોવિંદભાઇ કાળુભાઇ રાઠોડ તથા નં (૨) પ્રદિપકુમાર જયંતીલાલ ઝાલા નાઓ બાઇક ઉપર આવી હાથી તલાવડી પાસે આવેલ ડી.સી.એમ કોલેજ પાસે ફરીયાદી પાસેથી કલેક્શનના દોઢ લાખ રૂપિયા તથા ડોક્યુમેન્ટ તથા પરચુરણ ચીજ વસ્તુ ભરેલ થેલો ઝુટવી ફરીયાદીને નીચે પાડી દઇ લુંટ કરી ગુનાને અંજામ આપેલ છે

રીકવર કરેલ મુદ્દમાલ
(૧) લુંટની રોકડ રકમ રુ. ૧,૧૫,૦૦૦/-
(૨‌) ગુનના કામે વપરાયેલ મો.સા. નંગ-૨ (એ) ટી.વી.એસ કપનીનું જીજે ૩૮ એ.ઇ-૫૭૩૫ (બી) બજાજ કપનીનું જી.જે
૦૧ જે.યુ- ૪૩૮૫ નંબરનુ બાઇક બંને ની કી.રૂ. ૪૦,૦૦૦/-
(૩) આરોપીઓ પાસેથી રીકવર મોબાઇલ નંગ-૪ કી.રૂ. ૨૦,૦૦૦/-
(૪) ફરીયાદી પાસેથી લુટમા ગયેલ થેલો તથા ડોક્યુમેન્ટ તથા પરચુરણ વસ્તુ જેની કિ રૂ ૦૦/૦૦

આરોપીઓનો ગુનાહિત પુર્વ ઇતિહાસ

આરોપી નંબર ૧ થી ૩ વિરૂધ્ધ કોઇ ગુન્હો નોંધાયેલ નથી પરંતુ નં .(૪) અજય ભોજાજી ઠાકોર (માસ્ટર માઇન્ડ) રહે.વિરમગામ હાથી તલાવડી તા.વિરમગામ નાનો લુંટ કરવાનો માસ્ટર માઇન્ડ હોય સદરી વિરૂધ્ધ અગાઉ
(૧) વિરમગામ ટાઉન પો.સ્ટે. એફ.આઇ.આર.નં. ૧૧૧૯૨૦૬૧૨૨૦૦૦૫ ઇ.પી.કો. કલમ-૩૯૪, ૩૯૫, ૧૨૦(બી), ૧૧૪, ૫૧૧ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ
(૨) વિરમગામ ટાઉન પો.સ્ટે. એફ.આઇ.આર.નં. ૧૧૧૯૨૦૬૧૨૨૦૦૧૩ ઇ.પી.કો. કલમ- ૩૯૨, ૩૯૪, ૧૧૪, તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
(૩) વિરમગામ ટાઉન પો.સ્ટે. એફ.આઇ.આર.નં. ૧૧૧૯૨૦૬૧૨૦૦૪૫૫ આઈ પી સી -૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ , જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

આ કામગીરી કરવામા નીચેના માણસો રોકાયેલા હતા-

(૧) પો. ઇન્સ. શ્રી એમ.એ. વાઘેલા
(૨) પો.સ.ઇ. શ્રી જે.એમ.પટેલ
(૩) એ.એસ.આઇ. મહેન્દ્ર જગાભાઇ બ.નં-૧૧૮૮
(૪) એ.એસ.આઇ. હરેશભાઇ ડાહ્યાભાઇ બ.નં.-૧૧૦૯
(૫) અ.હે.કો. સતીશભાઇ આત્મારામભાઇ બ.નં-૭૭૯
(૬) પો.કો. મહેન્દ્રભાઇ કાળુભાઇ બ.નં- ૧૨૧૩
(૭) પો.કો કલ્પેશભાઇ કરમશીભાઇ બ.નં-૮૯૫
(૭) પો.કો. દિગ્વિજયસિંહ દાદુભા બ.નં-૧ ૨૪
(૮) પો.કો જયદિપસિંહ જવાનસિંહ બ.નં-૦૧૯
(૯) પો.કો રમેશકુમાર સેંધાભાઇ બ.નં-૧૮૪
(૧૦) પો.કો વિરસંગજી પ્રભુજી બ.નં-૨૧૪
(૧૧) પો.કો શક્તિસિંહ અમરસિંહ બ.નં-૧૩૬૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]