પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 63 સગર્ભાને સલામત સ્થળે ખસેડી 47ની સફળ ડિલિવરી કરાવાઇ! - At This Time

પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 63 સગર્ભાને સલામત સ્થળે ખસેડી 47ની સફળ ડિલિવરી કરાવાઇ!


રાજકોટ જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ વચ્ચે માનવતા મહેકી ઊઠી

બર્થ માઇક્રોપ્લાનિંગ પ્રોગ્રામ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય તંત્રનું પ્રેરક કાર્ય

રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન અત્ર તત્ર સર્વત્ર પડેલા વરસાદને કારણે ક્યાંક ક્યાંક વધુ પાણી ભરાઇ જવાને કારણે અવ્યવસ્થાનું નિર્માણ થયું હતું. આ સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે બર્થ માઇક્રોપ્લાનિંગ પ્રોગ્રામ હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોની 63 સગર્ભા મહિલાની ખાસ યાદી તૈયાર કરી આ પ્રકારની પૂર જેવી સ્થિતિ વચ્ચે પણ સગર્ભાઓને સલામત સ્થળે પહોંચાડી 47 સફળ ડિલિવરી કરાવી હતી!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.