ગુજરાતવાસીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરતા સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wljdajuo47ze0o4v/" left="-10"]

ગુજરાતવાસીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરતા સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણી


લોકશાહીના અમૂલ્ય અવશરે ગુજરાતવાસીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરતા સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણી
મતદાન લોકશાહીનો પ્રાણ છે મતદાન એ આપણી સામાજિક જવાબદારી અને જાગૃતિ સાથે પવિત્ર ફરજ સમજી મતદાન કરવું એ લોકશાહીમાં આદર્શ નાગરિકનું પવિત્ર કર્તવ્ય છે નાગરિકોએ હકો અને અધિકારો ભોગવવાની સાથો સાથ કર્તવ્ય પરાયણ બનવામાં પાછા પડવું ન જોઈએ મતદાન જેવા કર્તવ્ય પાલન થકી જ લોકશાહી પ્રાણવાન અને મજબૂત બને છે એ પ્રત્યેક આદર્શ નાગરિકે સમજવાની અને અન્યોને તે માટે પ્રેરણા આપવાની ફરજ છે
ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી અને લોકો માટેનું તંત્ર સ્થપાયું છે લોકશાહીમાં સરકારને લોકોએ જ ચૂંટવાની છે પરંતુ મતદારો મતદાનની આ અમૂલ્ય તકનો ઉપયોગ ન કરે અને મતદાનથી નિર્લેપ રહે તો છેવટે પરિણામ સ્વયં નાગરિકોએ ભોગવવાનું આવે છે તેથી જ તો મતાધિકાર પ્રત્યે મતદાતા જાગૃત બને તે માટે રાષ્ટ્રીય ચૂંટણી પંચે ' સ્વીપની ' અને મતદાન માટેની આગવી પહેલ કરી છે જેના સફળ પરિણામો ગત ચૂંટણીઓમાં જણાયા છે અને મતદાનની ટકાવારીમાં વધારો થયો છે આજ તો મતદારો લોકશાહી વ્યવસ્થા તંત્રમાં અનેરી ભૂમિકાને ઉજાગર કરવાનો મહાઉત્સવ છે લોકશાહી રાષ્ટ્રમાં નાગરિક માટે "મતાધિકાર" ના ભોગવટા ની સાથો સાથ રાષ્ટ્રના ઉત્કર્ષમાં યોગદાનની ઉમદા તક પૂરી પાડે છે
લોકોની સર્વોપરીતા એ લોકશાહીનો પાયો અને આધાર સ્તંભ છે આથી જ દુનિયાભરમાં લોકશાહી શાસન વ્યવસ્થાનો વ્યાપક પ્રમાણમાં સ્વીકાર થયો છે જ્યાં લોકશાહી નથી ત્યાં લોકોને મતાધિકાર નહીં હોવાથી શાસનમાં લોકોનો અવાજ પહોંચતો નથી ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ યોજવામાં આવે છે ચૂંટણીઓ નિષ્પક્ષ ન્યાય અને મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે વ્યાપક આયોજન કરાય છે નાગરિકો નિર્ભય પણે મતદાન કરી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવે છે દુર્ગમ વિસ્તારોમાં મતદાન મથકો ઊભા કરી નાગરિકોને મતદાન માટેની વ્યવસ્થા કરાય છે જાગૃત મતદારો કોઈ પણ સંજોગોમાં મતદાન કરે જ છે પરંતુ મતદાનનો મહિમા નહીં સમજનારા નાગરિકો માતાધિકારનો ઉપયોગ કરતા નથી મતદાન નહીં કરવાથી લોકશાહીનું પોત નબળું પડે છે આથી દરેક નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઈએ પોતાનો મત વ્યક્ત કરવાનો અમૂલ્ય અવસર જતો ન કરવો જોઈએ જ્યાં મતદાર જાગૃત હોય મતદાન અવશ્ય કરતા હોય ત્યાં લોકશાહી વ્યવસ્થા તંત્ર મજબૂત બને છે વિશ્વની લોકશાહી વ્યવસ્થામાં ભારતીય લોકશાહીના અતૂટ પાયા તરીકે મતદાર જ છે તેથી મતદાર તેના મતદાનની મહામૂલી ફરજ બજાવે તે માટે રાષ્ટ્રીય ચૂંટણી પંચે જાગૃતિના પ્રયાસો હાથ ધરી લોકશાહીને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નોમાં અદભુત સફળતા પ્રાપ્ત કરી છે
એક ભારતના નાગરિક તરીકે લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને પ્રતિજ્ઞા લઈએ કે હું મારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાય તેમ જ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીઓમાં નિર્ભયતા પૂર્વક અને ધર્મ વંશ જ્ઞાતિ જાતિ ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતદાન કરીશ તેમ અંતમાં લોકશાહીના અમૂલ્ય અવસરે પોતાનો પવિત્ર અને કીમતી મત પોતાના મનગમતા ઉમેદવારને આપવા બે હાથ જોડી વધુમાં વિનોદભાઈ વાલાણીએ તમામ ગુજરાતીઓને અપીલ કરી છે

અશરફ મીરાસૈયદ ‌વિછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]