રાજુલા શહેરમાં મોહરમ તહેવારની શાનો શોકત થી ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wle1oehcke2iaqak/" left="-10"]

રાજુલા શહેરમાં મોહરમ તહેવારની શાનો શોકત થી ઉજવણી કરવામાં આવી


ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની રાજુલા માં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે; ત્યારે મોહરમના નવમા દિવસે તાજીયા પણ પડ માં આવતા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દર્શન કરવા આવી પહોંચે છે!

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહમદ પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હસન હુસેન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મના યુધ્ધમાં શહીદી વહોરી હતી, સને 10 ઓકટોબર 680 ના રોજ ઈરાકના કરબલામાં આ યુધ્ધ થયું હતું અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મહોરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે, દેશમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજુલા શહેર માં વિશિષ્ટ રીતે આ પર્વ ઉજવાય છે.

તાજીયા પડ માં આવે પહેલા રાજુલા શહેરના સર્વ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા એક કોમી એકતા સંમેલન નું આયોજન થાય છે અને હિંદુ મુસ્લિમ સમાજ ભાઈ ચારો અને એકતા જળવાયેલી રહે તેમજ દેશ માં શાંતી અને અમન રહે તેવી પ્રાર્થના દુઆ કરવા માં આવે છે

હજરત ઇમામ હુસેન અને તેના નિર્દોષ 72 જેટલા પરિવારજનોના બલિદાનની યાદમાં મુસ્લિમો કોમી એકતાનો પણ સંદેશ આપે છે. તાજીયાઓ પડમાં આવ્યા છે, ત્યારે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]