રેવડી કલ્ચર અંગે કોઈ સરકાર ચર્ચા નહિ કરે : ચૂંટણી પંચ અને કેન્દ્ર-રાજ્ય સરકારો, હાથ ઉંચા ન કરી શકે - At This Time

રેવડી કલ્ચર અંગે કોઈ સરકાર ચર્ચા નહિ કરે : ચૂંટણી પંચ અને કેન્દ્ર-રાજ્ય સરકારો, હાથ ઉંચા ન કરી શકે


- ચીફ જસ્ટિસ એન વી રમના અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી તથા ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠે એક PIL પર સુનાવણી કરતા રાજકીય દળો દ્વારા રેવડી કલ્ચરને ગંભીર મુદ્દો ગણાવ્યો હતોનવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવારસુપ્રીમ કોર્ટે દેશમાં ચૂંટણી અગાઉ રેવડી કલ્ચરને સમાપ્ત કરવાને લઈને ગંભીર વલણ અપનાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે ચૂંટણી પંચ અને સરકાર તેનાથી બચી શકે નહીં અને એવું પણ ન કહી શકે કે, તેઓ કંઈ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર નીતિ આયોગ, નાણા આયોગ અને ભારતીય રિઝર્વ બેંક સહિત બધા હિત ધારકોથી ચૂંટણી દરમિયાન મફતમાં આપવામાં આવતી ભેટ મુદ્દે વિચાર કરવા અને તેનો સામનો કરવા માટે રચનાત્મક સૂચન આપવા માટે કહ્યું છે.ચીફ જસ્ટિસ એન વી રમના અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી તથા ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠે એક PIL પર સુનાવણી કરતા રાજકીય દળો દ્વારા રેવડી કલ્ચરને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો અને સંકેત આપ્યો હતો કે, તે આ મુદ્દાનો સામનો કરવા માટે સરકારને ઉપાય સૂચન કરવા માટે એક નિકાય સ્થાપિત કરવાનો આદેશ આપશે.જાણો સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું:મુખ્ય ન્યાયધીશ એન વી રમણાએ કહ્યું કે, કોઈ પણ રાજકીય દળ રેવડી કલ્ચર મુદ્દા પર દલીલ કરવા માટે તૈયાર નહીં થશે. વરિષ્ઠ વકીલ સિબ્બલે આ સૂચન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ મામલે સંસદમાં દલીલ થવી જોઈએ. CJI રમણાએ કહ્યું કે, સિબ્બલ શું તમને લાગે છે કે, સંસદમાં દલીલ થશે.? કઈ રાજકીય પાર્ટી દલીલ કરશે? આજકાલ દરેક રેવડી કલ્ચર ઈચ્છે છે.સોલિસિટર જનરલે સૂચન આપ્યું કે, આ મામલાની તપાસ કર્યા પછી ચૂંટણી પંચને તેના સ્ટેન્ડ પર પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવી શકે છે. જ્યારે ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ કરવાના મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે બેન્ચે કહ્યું કે, “આ બધી માત્ર ઔપચારિકતા છે. આદર્શ આચાર સંહિતા ક્યારે અમલમાં આવે છે? ચૂંટણી પહેલા જ. આખા ચાર વર્ષ સુધી તમે કંઈક ને કંઈક કરતા જ રહેશો અને પછી અંતે તમે આદર્શ આચારસંહિતાનો સમાવેશ કરશો...'હિતધારકો પર વિચાર મંથનSCએ કહ્યું કે, બધા હિતધારકોએ તેના પર વિચાર કરવો જોઈએ અને આ ગંભીર મામલાનો સામનો કરવા માટે સૂચન આપવું જોઈએ. કેન્દ્ર, નાણા આયોગ, વિધિ આયોગ, આરબીઆઈની સાથે-સાથે સત્તા પક્ષ અને વિપક્ષના સદસ્યોને પણ સૂચન આપવા માટે આમંત્રિત કરવા જોઈએ અને નિષ્ણાત પેનલનું ગઠન કરવું જોઈએ. સપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, તે બધા હિત ધારકોના વિચારોને ધ્યાનમાં રાખ્યા વગર કોઈ દિશા નિર્દેશ પસાર નહીં કરશે. CJI રમણાએ કહ્યું કે, અમે દિશાનિર્દેશ પસાર કરવા નથી જઈ રહ્યા. આ મહત્વનો વિષય છે જ્યાં અલગ-અલગ હિતધારકો દ્વારા સૂચન લેવાની આવશ્યક્તા છે. 26 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને રેવડી કલ્ચર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતુ. SCએ કહ્યું કે, ચૂંટણી આયોગ અને સરકાર એમ ન કહી શકે કે, અમે તેના વિશે કંઈ કરી શકીએ નહીં. તેઓએ આ મુદ્દા પર વિચાર કરવો પડશે અને સૂચનો આપવા પડશે.' પીઆઈએલને સમર્થન આપતા મહેતાએ ફરી એક વખત કહ્યું કે, મતદાન પેનલે માત્ર લોકશાહીનું જ નહીં પરંતુ દેશના આર્થિક અસ્તિત્વને બચાવવા માટે ફ્રીબી કલ્ચરને પણ અટકાવવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.