મધ્યપ્રદેશનો ધનકુબેર ભ્રષ્ટાચારી ક્લાર્ક : ઘરમાંથી મળ્યા 85 લાખ રોકડા, કરોડોની સંપત્તિના દસ્તાવેજો ઝપ્ત - At This Time

મધ્યપ્રદેશનો ધનકુબેર ભ્રષ્ટાચારી ક્લાર્ક : ઘરમાંથી મળ્યા 85 લાખ રોકડા, કરોડોની સંપત્તિના દસ્તાવેજો ઝપ્ત


- EOWની ટીમ હીરો કેસવાનીના ત્રણ માળની આલીશાન ઈમારત અને તેના દરેક ફ્લોરમાં આલીશાન ઈન્ટિરિયર અને ડેકોરેશનનું કામ જોઈને દંગ રહી ગઈ હતીનવી દિલ્હી, તા. 04 જુલાઈ 2022, ગરૂવારમધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં EOW (ઈકોનોમિક ઓફેન્સ સેલ)ના દરોડામાં પર્દાફાશ થયેલા મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક હીરો કેસવાનીના કેસમાં નવી માહિતી સામે આવી રહી છે. EOW સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હીરો કેસવાની પર છેલ્લા કેટલાક સમયથી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે, હીરો કેસવાની બૈરાગઢ સ્થિત ઘરેથી પોતાની ટુ-વ્હીલરમાં મંત્રાલયની ઓફિસમાં આવતો હતો. જેથી તેની ભવ્યતા પર કોઈને શંકા ન રહે. પ્રથમ વખત હીરો કેસવાની શંકાના દાયરામાં આવ્યો જ્યારે તેણે જીવ સેવા સંસ્થાનની અમૂલ્ય જમીન ખરીદી હતી. આ જમીન સંબંધિત મામલા પર પહેલાથી જ EOW તપાસ કરી રહી છે. - અત્યાર સુધી EOWને શું મળ્યું ?તમને જણાવી દઈએ કે, EOWને અત્યાર સુધીમાં હીરો કેસવાનીના ઘરની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં રોકડ, જ્વેલરી રસીદો, જમીનના કાગળો સહિત મોટી સંખ્યામાં વસ્તુઓ મળી આવી છે. હીરો કેસવાનીના ઘરેથી લગભગ 85 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સિવાય કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હીરો કેસવાનીના ઘરેથી જમીનના સોદાના કરાર સાથે સંબંધિત અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. આરોપી પાસેથી લગભગ 4 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. - હીરો કેસવાની આટલી સંપત્તિનો માલિકEOWની ટીમ હીરો કેસવાનીના ત્રણ માળની આલીશાન ઈમારત અને તેના દરેક ફ્લોરમાં આલીશાન ઈન્ટિરિયર અને ડેકોરેશનનું કામ જોઈને દંગ રહી ગઈ હતી. ઘરના દરેક રૂમમાં પેનલિંગ અને વુડવર્ક કરવામાં આવ્યું છે. છત પર લક્ઝુરિયસ પેન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે.  હીરો કેસવાની બૈરાગઢ સ્થિત ઈમારતની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. હીરો કેસવાનીએ બૈરાગઢની આસપાસ વિકસિત કોલોનીઓમાં મોંઘા પ્લોટ ખરીદ્યા છે. હીરો કેસવાણીએ પોતાની પત્નીના નામે મોટાભાગની મિલકતો ખરીદી હતી અને તેમાંથી ઘણી વેચાઈ હતી.હીરો કેસવાની અને તેના પરિવારના સભ્યોના બેંક ખાતામાંથી પણ લાખો રૂપિયા મળી આવ્યા હતા. આરોપીની પત્ની જેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી. તેના બેંક ખાતામાં લાખો રૂપિયા રોકડમાં જમા થયા હતા. આરોપીના ઘરેથી લાખોની કિંમતના સોનાના દાગીનાની રસીદો પણ મળી આવી છે. આરોપીના ઘરેથી 3થી 4 ગાડિયો અને એક એક્ટિવા સ્કૂટર મળી આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.