14 વર્ષના પુત્રનું શબ ખભે લઈ જવા પિતા મજબૂર બન્યો, કારણ હ્રદય કંપાવી દેશે - At This Time

14 વર્ષના પુત્રનું શબ ખભે લઈ જવા પિતા મજબૂર બન્યો, કારણ હ્રદય કંપાવી દેશે


 -પિતાએ પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈને લગભગ 25 કિલોમીટર ચાલવુ પડે છે.નવી દિલ્હી,તા.3 ઓગસ્ટ 2022, બુધવાર ઉત્તર પ્રદેશમાં સંગમ શહેર તરીકે પ્રખ્યાત પ્રયાગરાજમાં માનવતાને શરમાવે તેવી તસવીર સામે આવી છે. એક પિતા પોતાના 14 વર્ષના પુત્રના મૃતદેહને ખભા પર લીધો છે, આ તસવીર યુપીની આરોગ્ય વ્યવસ્થાને પણ છતી કરી રહી છે. વાસ્તવમાં હોસ્પિટલ પ્રશાસનની માનવતા કેટલી ખતમ થઈ ગઈ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, એક લાચાર પિતાએ પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈને લગભગ 25 કિલોમીટર ચાલવુ પડે છે. આ દરમિયાન પસાર થતા લોકો દર્શકો બનીને જ રહેતા હોય છે.આ ઘટના સંગમ શહેરની SRN હોસ્પિટલનો છે, જ્યાં મંગળવારે એક લાચાર પિતા તેના પુત્રની સારવાર માટે પહોંચ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. લાખો અરજીઓ કર્યા બાદ પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરાઈ ત્યારે ગરીબ અને લાચાર પિતા પાસે પુત્રના મૃતદેહને ખભા પર લઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.પુત્રના મૃત્યુ બાદ પૈસાના અભાવે લાચાર પિતા પુત્રના મૃતદેહને ખભા પર મૂકી ઘરે જવા રવાના થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ લાચાર પિતા પુત્રના મૃતદેહને પોતાના ખભા પર SRN હોસ્પિટલથી કરચના પોલીસ સ્ટેશન વિસ્તારના દિહા ગામ સુધી લઈ ગયો અને આ દરમિયાન તે 25 કિલોમીટરનું અંતર કાપ્યુ. લોકો આ મૌન બનીને આ દ્રશ્ય જોતા રહ્યા.  પુત્રના મૃતદેહને લઈ જતા પિતા થાકી જતા ત્યારે માતા તેને ખભા પર લઈ જતી. આ સાબિત કરે છે કે, લોકોમાંથી માણસાઇ ખતમ જ થઇ ગઇ છે. આખી ઘટનામાં કોઇ વ્યક્તિ સામે આવીને આ લાચાર માતા પિતાની મદદે ન આવ્યુ, આ સાબિત કરે છે કે માનવની અંદર કોઇ માણસાઇ રહી જ નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.