મહીસાગર જિલ્લાના કડાણા ખાતે આવેલ ભેકોટલીયા બાવજીના ડુંગર ઉપર આદીવાસીઓ નાં ભગવાન બિરસા મુંડા ની બીજી મૂર્તિ સ્થાપવામાં આવી. - At This Time

મહીસાગર જિલ્લાના કડાણા ખાતે આવેલ ભેકોટલીયા બાવજીના ડુંગર ઉપર આદીવાસીઓ નાં ભગવાન બિરસા મુંડા ની બીજી મૂર્તિ સ્થાપવામાં આવી.


મહીસાગર જિલ્લાના કડાણા ખાતે ભેકોટલીયા બાવજીના ડુંગર ઉપર ૦૯ મી ઓગસ્ટ ના દિવસે આદિવાસી પરિવાર દ્વારા ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી તેને ગઈ તારીખ : ૦૨૪/૦૯/૨૦૨૨ ના રોજ રાત્રે અસામાજીક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી હતી જેને લઈને પોલીસ કમ્પ્લેન કરવામાં આવી હતી અને પ્રસાસન દ્વારા ૨૪ કલાકમાં બીજી મૂર્તિ લાવવામાં આવી હતી જેને આજરોજ ચાર રાજ્યોના હજારો આદિવાસીઓ ભેગા થઇ તેજ જગ્યાએ ફરી નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું, જેથી આદિવાસીઓમાં ખુશીનો માહોલ તો હતો જ તેમ છતાં જેમણે મૂર્તિ તોડી તેને પ્રસાસન હજુ સુધી શોધીના શકવાના કારણે આદિવાસી સમાજ ની જનતા નારાજ હતી અને ઉગ્રતા તરફ જઈ રહી છે જો થોડા સમયમાં આવા અસામાજીક તત્વોને પકડવામાં ના આવેતો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી ચારે રાજ્યો નાં આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.