બોટાદ ૧૮૧ ટિમ દ્વારા એક જ પરિવારના સભ્યો વચ્ચે થતા મતભેદ દૂર કરી તાત્કાલિક મદદ પહોંચાડેલ - At This Time

બોટાદ ૧૮૧ ટિમ દ્વારા એક જ પરિવારના સભ્યો વચ્ચે થતા મતભેદ દૂર કરી તાત્કાલિક મદદ પહોંચાડેલ


*બોટાદ ૧૮૧ ટિમ દ્વારા એક જ પરિવારના સભ્યો વચ્ચે થતા મતભેદ દૂર કરી તાત્કાલિક મદદ પહોંચાડેલ*
મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસિક, જાતીય) છેડતી, બિનજરૂરી કોલ, મેસેજ દ્વારા હેરાનગતિ થતી હોય તો ગુજરાત સરકારશ્રીની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મદદ માટે ૨૪ કલાક કાર્યરત છે. ત્યારે તારીખ:-૨૭-૦૯-૨૦૨૨ ના રાણપુર તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ ૧૮૧ માં ફોન કરી જણાવેલ કે તેના દિયર-દેરાણી હેરાન પરેશાન કરી ત્રાસ આપે છે તો મદદ ની જરૂર છે. તેની જાણ ૧૮૧ ટીમને થતા કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન,મહિલા કોન્સ્ટેબલ વિહપરા સંગીતાબેન અને પાયલોટ ચુડાસમા નિલેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પણ દોડી ગયેલ ત્યારબાદ પીડિત મહિલા સાથે વાતચીત કરવામાં આવેલ તો ફરિયાદમાં જણાવેલ કે તેમના દિયર દેરાણી વારંવાર ઝઘડો કરી હેરાન કરતા હોય અને અમે બંને અમારા સસરા ના નામના એક જ મકાનમાં અલગ-અલગ રહીએ છીએ મારા સાસુ સસરા બહારગામ રહે છે અને મારા દિયરે મકાનના રીપેરીંગમાં પૈસા આપેલ હતા તે પૈસા હાલ અમારી પાસે માંગે છે તો અમે કહેલ કે પગાર થશે ત્યારે તમને આપી દેસુ છતા પણ મારા દિયર એ મકાનમાં વસ્તુ તોડફોડ કરેલ તે દરમિયાન બહેનને ઈજા થતા મદદ માટે ૧૮૧ વાન ની મદદ માગી હતી ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષને સામ-સામે બેસાડીને કાઉન્સિલિંગ કરવામાં આવેલ અને યોગ્ય સલાહ,સૂચન,માર્ગદર્શન આપેલ, હાલ પીડિત મહિલા પોલીસ ફરિયાદ કરવા ન ઈચ્છતા હોય તેથી સ્થળ પર સમાધાનકરી નિરાકરણ લાવેલ તેમજ ભવિષ્યમાં ફરીવાર તેમના પરિવારમાં ઝઘડા ન થાય તે માટે પીડિત મહિલાને બોટાદમાં મહિલા પોલીસ સ્ટેશનન સ્થિત મહિલા સહાયતા કેન્દ્ર ખાતે લાંબા-ગાળાના કાઉન્સેલિંગ માટે લઈ જવામાં આવેલ જ્યાં કાઉન્સિલર રિંકલબેન મકવાણાએ આગળ ની કાર્યવાહી હાથ ધરેલ

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.