જસદણ પોલીસે ચિરાગ સીધ્ધપુરા અને નિલેશ સેઠની અટકાયત કરી - At This Time

જસદણ પોલીસે ચિરાગ સીધ્ધપુરા અને નિલેશ સેઠની અટકાયત કરી


જસદણ પોલીસે ચિરાગ સીધ્ધપુરા અને નિલેશ સેઠની અટકાયત કરી

જસદણ પોલારપર રોડ વેકરીયા ચોક પાસે પહોંચતા બે ઇસમો ઊભા હતા ત્યારે જસદણ પોલીસ ને શંકા જતા ત્યા જઇ વારાફરતી ચેક કરતા બન્ને ઇસમો દારૂ જેવુ કૈફી પ્રવાહી પીધેલ હાલતમા મળી આવતા ઇસમ નં-(૧) નું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ચીરાગભાઇ મહેન્દ્રભાઇ સીધ્ધપુરા જાતે મીસ્ત્રી ઉવ.૩૨ ધંધો મજુરી રહે જસદણ આટકોટ રોડ ગંગા ભુવન જસદણ થોથરાતી જીભે જણાવેલ. બાદ નં(૨) નું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ નિલેષભાઇ દિનેશભાઇ સેઠ જાતે વાણીયા ઉવ.૨૬ ધંધો મજુરી રહે જસદણ આદમજી રોડ શાક મા ર્કેટ પાસે જસદણ હોવાનું થોથરાતી જીભે જણાવેલ બન્ને ઇસમોને પગપાળા હલાવી ચલાવી જોતા પોતે પોતાના શરીરનું સમતોલપણું જાળવી શકતા ન હતા. ઇસમો ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા ઈસમોએ પ્રોહી કલમ ૬૬ (૧) (બી) મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.