તારાપુર વટામણ ચોકડી પાસે કાર અકસ્માતમાં પિતાનું અવસાન પુત્ર ગંભીર - At This Time

તારાપુર વટામણ ચોકડી પાસે કાર અકસ્માતમાં પિતાનું અવસાન પુત્ર ગંભીર


તારાપુર-વટામણ હાઈવે પર કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. બપોરના સમયે પિતા-પુત્ર બાઈક પર સવાર થઈ હાઈવે પર ફુટપાથ ક્રોસ કરી સામેની લેનમાં જઈ રહ્યા હતા, તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે પસાર થતી કારે બાઈક સવાર પિતા-પુત્રને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા-પુત્ર ફૂટબોલની જેમ ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં. જેથી અકસ્માત થતાં ગંભીર ઈજાગ્રસ્ત પિતાનું માત્ર 5 સેકન્ડમાં જ મોત નિપજ્યું છે. જ્યારે 9 વર્ષીય પુત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ અંગે તારાપુર પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.