ભેંસાણ તાલુકા ના ગામ વિશળ હડમતિયા ગામે ભારતીય બૌદ્ધ મહાસભા નુ આયોજન કરવામાં આવ્યું - At This Time

ભેંસાણ તાલુકા ના ગામ વિશળ હડમતિયા ગામે ભારતીય બૌદ્ધ મહાસભા નુ આયોજન કરવામાં આવ્યું


ભેંસાણ તાલુકા ના ગામ વિશળ હડમતિયા ગામે ભારતીય બૌદ્ધ મહાસભા નુ આયોજન કરવામાં આવ્યુ ભેસાણ તાલુકા ના વિશળ હડમતીયા ગામે એકભારતીય બોધસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી.જે.સાઉન્ડ સાથે રેલી કાઢી મહેમાનો નું ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતુંતેમજ ગૌતમ બુદ્ધ અને ડો બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું જેમાં ભારતીય બૌદ્ધ મહાસભા ના રાષ્ટ્રિય અધ્યક્ષ ડો ભીમરાવ યંશવંતરાવ આંબેડકર જી ના હસ્તે કરવામાં આવ્યું હતું જેની સાથે હરિશ ભાઈ રાવલીયા ટ્રસ્ટી ચેરમેન ભારતીય બૌદ્ધ મહાસભા અને પ્રવિણ નિખાડેજી વિ.એચ.ગાયવાડ જી એ.કે.ભંડારે જી અને ભન્તૈ આનંદ જી મહારાષ્ટ્ર અમરાવતી ઉપસ્થિત રહ્યા હતાં
વિશળ હડમતિયા ગામે આશરે 500 લોકો અને 75 પરિવારે દીક્ષા લીધી હતી અને આ ડો ભીમરાવ યંશવંતરાવ આંબેડકર જી નુ ભવ્ય થી ભવ્ય સ્વાગત રેલી થય જેમાં આશરે 10000 લોકો જોડાયા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશળ હડમતિયા ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતા સૈનિક દળ વિશળ હડમતિયા એ જહેમત ઉઠાવી હતી વિશળ હડમતિયા ગામ ના મુસ્લિમ સમાજ ના પિરે તરીકે સયદ હબીબ બાપુ તેમજ ગામ ના મુસ્લિમ બિરાદરો એ ડો ભીમરાવ યંશવંતરાવ આંબેડકર જી નુ પુષ્પ ગુજ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાત અને જૂનાગઢ ની ધરતી પર પહેલી વાર પધારેલ હોય જેને લઇ મોટી સંખ્યા માં લોકો આવ્યા હતા અને જેને જોઈ ભીમરાવ જી પણ બહુ ખુશ થયા હતા અને કહ્યું હતું કે ગુજરાત માંથી ભારતીય બોદ્ધ મહાસભા નું આગજકરીને જણાવ્યું કે હવે પૂરા ભારત ભરમાં ભારતી બોદ્ધ મહાસભા નું આયોજન કરવામાં આવશે અને આ કાર્યક્રમ ને સફળ બનાવમાં ભેસાણ તાલુકા ના આગેવાનો અને ભેસાણ ભારતી બોદ્ધ મહાસભા ના અધ્યક્ષ મનસુખ ભાઈ વાઘેલા એ ભારે જહેમત ઉઠાવી હતી જેનું સન્માન પણ ભીમરાવ સાહેબ અને સાથે પધારે મહેમાનો એ ફૂલહાર થી કરી ને અભિનંદન પણ આપ્યા હતાં
આ કાર્યક્રમ માં જે લોકો એ સાથ અને સહકાર આપેલ છે તેનો આભાર વ્યકત કર્યો હતો અને સાથે સાથે ભોજન અને ભીમ ભજન નો કાર્યક્રમ પણ રાખવા માં આવ્યો હતો. રિપોર્ટ.. કાસમ હોથી. ભેસાણ.....mo.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.