લુણસાપુર ની સિન્ટેકસ યાર્ન કંપની ખાતે “કામનાં સ્થળ પર જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો - At This Time

લુણસાપુર ની સિન્ટેકસ યાર્ન કંપની ખાતે “કામનાં સ્થળ પર જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો


યુવા એડવોકેટ અજય શિયાળ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

તા.૨૨ રાજુલા

મહિલા અને બાળ અધિકારીની કચેરી અમરેલી દ્વારા જાફરાબાદ તાલુકાના લુણસાપુર ની સિન્ટેકસ યાર્ન કંપની ખાતે મહિલાઓ માટે “કામનાં સ્થળ પર જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” નાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ કણજરીયા દ્વારા કંપની માં કામ કરનાર યુવતી ઓને “કામનાં સ્થળ પર જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” ની કાયદાકીય માર્ગદર્શનની સમજ આપવામાં આવી હતી. તેમજ યુવા એડવોકેટશ્રી અજય શિયાળ દ્વારા પણ આ કાયદા અંગે ની વિસ્તૃત માર્ગદર્શન આપવામાં અવ્યું હતું. આ આ તકે સિન્ટેકસ યાર્ન કંપની નાં પ્રોજેક્ટ હેડ, એસ.આર. હેડ, પ્રોડક્ટ હેડ સહિત નાં સ્ટાફ તથા એડવોકેટ સાવજભાઈ વિંછી અને સી.ડી.પી.ઓ ઓફિસર જાફરાબાદ તથા સ્ટાફ સહિત નાં સહાયક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.