સાબરકાંઠા જિલ્લામાં-: ભાજપે શિસ્તભંગ બદલ બે જણાને સસ્પેન્ડ કર્યા,સાબરકાંઠા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w6icck7ptlywgvmo/" left="-10"]

સાબરકાંઠા જિલ્લામાં-: ભાજપે શિસ્તભંગ બદલ બે જણાને સસ્પેન્ડ કર્યા,સાબરકાંઠા


સાબરકાંઠા જિલ્લામાં-: ભાજપે શિસ્તભંગ બદલ બે જણાને સસ્પેન્ડ કર્યા,સાબરકાંઠા જિલ્લા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના ઉમદેવારનું મેન્ડેટનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી કરાઈ....સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર માટે આવતીકાલે ચુંટણી યોજાવવાની છે. ત્યારે વડાલી અને તલોદમાંથી ભાજપના ઉમદેવારનુ મેન્ડેટનું ઉલ્લંઘન કરતા બંને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને તલોદ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને એપીએમસી માર્કેટના ડિરેક્ટરને જિલ્લા ભાજપ દ્વારા શિસ્તભંગ બદલ બે જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છે કે હાલમાં સાબરકાંઠા ખરીદ-વેચાણ સંઘના ડિરેક્ટર માટેનું જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.બીજી તરફ ભાજપ દ્વારા ડિરેક્ટર માટે ઉદેવારોનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું.ભાજપમાં વડાલી ઝોનમાંથી જયંતી પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું.તેમની સામે જ ભાજપના સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં બાધકામ સમિતિના ચેરમેન કાન્તી પટેલ જે વડાલીના મહોર જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હતા.તેમણે પોતાની ખરીદ-વેચાણ સંઘમાં ડિરેક્ટર તરીકેની ઉમેદવારી યથાવત રાખી હતી.જેને લઈને ભાજપના ઉમદેવારનું મેન્ડેટનું ઉલ્લંઘન કર્યું છે.બીજી તરફ તલોદ ઝોનમાંથી ભાજપના રાકેશ પટેલના નામનો મેન્ડેટ આપ્યું હોવા છતાં ડિરેક્ટર પદ માટે તલોદ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને તલોદ માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુ પટેલ કે જે નગરપાલિકામાં વોર્ડ નં.1માંથી ચૂંટાયા હતા.જેમણે પોતાનું ઉમેદવારી યથાવત ભાજપના ઉમદેવારનું મેન્ડેટનું ઉલ્લંઘન કર્યું છે.સાબરકાંઠા જિલ્લા ખરીદ-વેચાણ સંઘમાં ડિરેક્ટર માટે તલોદ અને વડાલીમાં ભાજપના ઉમેદવારો સામે ઉમેદવારી યથાવત રાખનાર બાંધકામ સમિતિના ચેરમેન કાન્તી પટેલ અને તલોદ નગરપાલિકના પૂર્વ કોર્પોરેટર અને માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુ પટેલે પાર્ટી વિરુદ્ધ કામ કરતા તેમના સામે જિલ્લા ભાજપ પ્રમુખે બંને જણાને સસ્પેન્ડ કર્યા છે.આ અંગે જિલ્લા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલે જણાવ્યું હતું કે શિસ્તભંગની નોધ લઈને બને સામે ગુજરાત પ્રદેશના આદેશ અનુસાર તલોદ નગરપાલિકના પૂર્વ કોર્પોરેટર અને માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુ પટેલે અને વડાલીના મહોર જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અને જિલ્લા પંચાયતમાં બાધકામ સમિતિના ચેરમેન કાન્તી પટેલ બંનેને સસ્પેન્ડ કર્યાની લેખિત જાણ કરવામાં આવી છે.તો અગામી દિવસોમાં મોટા માથાઓ સામે પણ કાર્યવાહી થઇ શકવાની વાત નકારી શકાતી નથી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]