ગીર સોમનાથ જિલ્લાના ઞીર ઞઢડા તાલુકાના બોડીદર ઞામે દેવાયત બાપાના અને ઉગા બાપાના મંદિરે પ્રાચીન ભજનની રમઝટ આ ભજનમાં યુવાનોએ લીધો ભાગ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ઞીર ઞઢડા તાલુકાના બોડીદર ઞામે દેવાયત બાપાના અને ઉગા બાપાના મંદિરે પ્રાચીન ભજનની રમઝટ આ ભજનમાં યુવાનોએ લીધો ભાગ


તા:9 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે આવેલ વિશાળ જગ્યા એવી દેવાયત બાપા અને ઉગાબાપાનું વિશાળ ધાર્મિક મંદિર આવેલું છે ત્યાં આજે વર્ષો પહેલા પણ અનેક કાર્યક્રમો થયા હતા જેમાં દેવાયત ગઢ તરીકે ઓળખાતા અને હાલ બોડીદર ગામમાં જે ખોડીયાર માતાનો ગઢ આવેલો છે એમાં ઘણા વર્ષો પહેલા પણ ભીખુદાન ગઢવી ઈશુદાન ગઢવી જેવા અનેક નામાકિંત કલાકારો પણ આવી ગયેલા હતા ત્યારબાદ આહિર સમાજ દ્વારા સમૂહમાં એક ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે ભાગવત સપ્તાહનો કાર્યક્રમ સતત 15 દિવસ બોડીદર ગામના સહકારથી અને આહીર સમાજના સહકારથી વિશાળ ભાગવત સપ્તાહનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં સતત ભોજનાલય ચાલું રાખીને લાખો લોકોએ પ્રસાદ લઇ અને ખોડીયાર માંતાજી તેમજ ઉઞાબાપાના આશીર્વાદ લીધા હતા ભાગવત સપ્તાહ પૂર્ણ થતાની સાથે એક ઉઞાબાપાનાં લીલોતરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમની સાથે ઉગા બાપાનું પિતૃ કાર્ય કરીને અહીંયા તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આજે પણ ત્યાં અનેક કાર્યક્રમમાં ઉજવતા જોવા મળે છે જેમાં થોડા વર્ષો પહેલા રામાપીર બાપાનો પાઠ અને સતત બે દિવસ ભોજનાલઈ શરૂ રાખીને લાખો ભક્તોએ પ્રસાદી લઈ અને ખોડીયાર માતાજી તેમજ દેવાયત બાપાનાં ઉઞાબાપાનાં આશીર્વાદ લીધા હતા ત્યારબાદ આહિર એકતા કાર્યક્રમ રાખીને નામાંકીત કલાકારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક નામાંકિત કલાકારો માયાભાઈ આહીર ઇશુદાન ગઢવી દેવાયત ખવડ જેવા અનેક કલાકારોએ પણ હાજરી આપી હતી

જેમાં અનેક આગેવાનોએ પણ હાજરી આપી હતી આજે સાક્ષાત અને વિશાળ જગ્યામાં ઇતિહાસ મોજુદ હોય એવી જ રીતે ઉગાબાપાની દેવાયત બાપાની અને ખોડીયાર માતાજીનાં ગઢની પણ હજુ જીવિત અને સંસ્કૃતિક ધારા એવી ને એવી જોવા મળે છે ત્યારે હાલ આ જ મંદિરે જે જુના જાણીતાં પ્રાચીન ભજનો યુવાનો દ્વારા આયોજન કરીને પણ આ જગ્યાની કઈ રીતે હજુ પણ વિશેષ જાગૃત કરવી એવી ભાવનાથી આજે આ યુવાનો અને વડીલો પણ આજે આ મંદિરે પ્રાચીન ભજનો રાખીને હાજરી આપતા જોવા મળે છે જ્યારે આવી જ રીતના બોડીદર ગામમાં થોડા મહિના પહેલા પણ રામ લક્ષ્મણ સિતામાતા હનુમાનજી જેમની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરીને વિશાળ મંદિરની સ્થાપના કરી હતી આજે પણ જે સંસ્કૃતિ હજુ પણ જળવાઈ રહે એવી ભાવનાથી આજે ગામનું વાતાવરણ સતત એ સતત ભક્તિમય તરફ રહે એવું જોવા મળ્યું હતું આવી જ રીતના દરેક કાર્યક્રમ જન્માષ્ટમી જેવાં તહેવારો ઉજવાતા રહે અને નવરાત્રી પણ આવી જ રીતના ઉજવાય એવો પણ યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.