બરવાળા તાલુકા ના ખેડૂતો દ્વારા કેનાલનું અધૂરું કામ પૂરું ન થતા કેનાલમાં બેસી રામધૂન બોલાવી કર્યો વિરોધ.છેલ્લા 10 વર્ષ થી કેનાલનું કામ અધૂરું હોય જેને લઈ ખેડુતો ને માત્ર વરસાદ આધારિત કરવી પડે છે ખેતી. વહેલી તકે કેનાલનું કામ પૂરું કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામા આવી માંગ. - At This Time

બરવાળા તાલુકા ના ખેડૂતો દ્વારા કેનાલનું અધૂરું કામ પૂરું ન થતા કેનાલમાં બેસી રામધૂન બોલાવી કર્યો વિરોધ.છેલ્લા 10 વર્ષ થી કેનાલનું કામ અધૂરું હોય જેને લઈ ખેડુતો ને માત્ર વરસાદ આધારિત કરવી પડે છે ખેતી. વહેલી તકે કેનાલનું કામ પૂરું કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામા આવી માંગ.


એક તરફ કેનાલ માં પાણી છોડવાના કારણે કેનાલ ના કામો ના ભ્રષ્ટાચાર ના ગાબડા પડી રહ્યા છે અને ખેડૂતો ના ખેતરોમાં કેનાલ ના પાણી ઘુસી જતા વારંવાર પરેશાન થતા જોવા મળે છે. ત્યારે અહીં તો કંઈક અલગ જ વિરોધ જોવા મળે છે. આ દ્રશ્ય છે બરવાળા તાલુકાના ઢાઢોદર, કાપડીયાળી, ખમીદાણા, દાંતરેટિયા અને માલપરા ગામ માંથી પસાર થતી આ છે માઇનોર કેનાલ. જ્યાં પાડા ના વાંકે પખાલી ને ડામ જેવી સીથ્તી અહીં જોવા મળે છે .આ ગામ માં પસાર થતી કેનાલ નું આ અધૂરા કામને લીધે ખેડૂતો ને વરસાદ આધારિત ખેતી કરવી પડે છે ત્યારે આજે ખેડુતો દ્વારા કેનાલમાં બેસી રામધૂન બોલાવી અને તંત્ર અને સરકાર વહેલી તકે કેનાલમાં પાણી આપે તેવી માંગ કરી હતી કેનાલમાં પાણી આવે તેને લઈ ખેડૂતો દ્વારા કલેકટર થી માંડી નેતાઓને લરજુવાત કરવામાં આવેલ છે .ત્યારે ખેડૂતોને કેનાલ ના પાણી નો લાભ આજ દિન સુધી નથી મળી રહ્યો. તેમજ સૌથી મોટો આવિસ્તાર ના ખેડૂતો નો પ્રસન્ન એ છે કે અહીં ની જમીન ક્ષાર વાળી હોય અહીં નથી બોર કરી શકતો કે નથી કૂવો ગાળી શકતો કારણ કે તેમાં ખારું પાણી આવે છે ત્યારે માત્ર વરસાદ આધારિત ખેતી કરતા આ ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ રૂપ કહી શકાય પણ જો તેમાં પાણી આવે તો હાલ તો શોભા ના ગાંઠિયા સમાન આ કેનાલ માં પાણી ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.