મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કરેલ કામગીરીને બિરદાવતા મધ્યપ્રદેશના સાંસદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nzgnayb9rylgmk22/" left="-10"]

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કરેલ કામગીરીને બિરદાવતા મધ્યપ્રદેશના સાંસદ


રિપોર્ટ:: નિમેષ સોની, ડભોઇ

તાજેતરમાં યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવામાં ગુજરાત ભાજપનાં હોદ્દેદારો, સાંસદ અને ધારાસભ્યોએ પણ ગ્રાઉન્ડ લેવલે પક્ષનું કામ કરવામાં અને પાર્ટીનાં ઉમેદવારોને વિજયી બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ મધ્યપ્રદેશની ચૂટણીમાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. જેથી પક્ષને આ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરાવવા બદલ મધ્યપ્રદેશ લોકસભાના સાંસદ વિષ્ણુ દત્ત શર્માએ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. કારણકે, ધારાસભ્ય અક્ષય પટેલની જવાબદારીવાળી આલોટ બેઠકના ઉમેદવાર ડૉ. ચિંતામણી માલવિયાનો ૬૯,૦૦૦ મતની જંગી બહુમતીથી આ બેઠક ઉપર વિજય થયો હતો. પક્ષનાં ઉમેદવારને વિજયી બનાવવા બાબતે કરજણના ધારાસભ્યએ પોતાની કામગીરીમાં નિપુણતા દાખવી હતી. જેથી આ બદલ સાંસદે શુભેચ્છા પત્ર પાઠવી અભિનંદન આપ્યાં હતાં.
ભારતીય જનતા પાર્ટીના બાહોશ ધારાસભ્ય તરીકેની કામગીરી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે બજાવી હતી. જેથી કરીને આ બાબતે મધ્યપ્રદેશની ખજુરાહો બેઠકના લોકસભાના સાંસદ વિષ્ણુ દત્ત શર્માએ અક્ષય પટેલની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યાં હતાં.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]