દામનગર શહેર ના તમામ વિસ્તારો ના ૧૫ હજાર જેટલા ખાડા એકાએક સામાન્ય વરસાદ માં ખુલ્લી ગયા રીપેર ક્યારે ? રાષ્ટ્રવાદ સાથે પ્રાથમિક સુવિધા પણ જરૂરી - At This Time

દામનગર શહેર ના તમામ વિસ્તારો ના ૧૫ હજાર જેટલા ખાડા એકાએક સામાન્ય વરસાદ માં ખુલ્લી ગયા રીપેર ક્યારે ? રાષ્ટ્રવાદ સાથે પ્રાથમિક સુવિધા પણ જરૂરી


દામનગર શહેર માં ગુજરાત ગેસે ખોદેલા ૧૫ હજાર થી વધુ ખાડા સામાન્ય વરસાદ માં ખુલ્લી ગયા ઘેર ઘેર ગેસ લાઈન નાખવા ખોદેલ ખાડા ઓમાં માટી પુરી દેવાઈ હતી સામાન્ય વરસાદ માં શહેર ના તમામ વિસ્તારો ના ખાડા ઓની માટી ધોવાઈ જતા ખાડા ખુલ્યા પણ પાલિકા તંત્ર અને ગેસ એજન્સી વચ્ચે સંકલન નો અભાવ કે ઇલું ઇલું જે હોય તે આ ખાડા ક્યારે કોણ બુરશે ? ચૂંટણી સમયે હથેળી માં ચાંદ બતાવી શહેર ની પ્રાથમિક સુવિધા નું સુચારુ સંચાલન કરી શુ નું વચન આપનારા ક્યાં ? શહેર ના તમામ વિસ્તારો માં ૧૫ હજાર જેટલા ખાડા ખોદી ગુજરાત ગેસે પાઇપ લાઈન તો  નાખી પણ રિપેરીગ કોણ ? અને ક્યારે કરશે ? ભૂગર્ભ ગટર એજન્સી એ કામ અધૂરું છોડી જતી રહી પછી તત્કાલીન પાલિકા એ રસ્તા રીપેર કર્યા નથી ત્યાં ફરી ગુજરાત ગેસ એજન્સી એ શહેર ભર ના રસ્તા ઓમાં માટી પુરી હતી જે સામાન્ય વરસાદ માં ધોવાય અને ૧૫ હજાર જેટલા ખાડા ખુલ્લી ગયા છે અમુક જગ્યા એ એક ફૂટ જેટલી માટી ખાડા ઓમાં ઉડી ઉતરી ગઈ અતિ ભયંકર બનેલ રસ્તા રીપેર ક્યારે ? કરાશે રાષ્ટ્રવાદ સાથે પ્રાથમિક સુવિધા પણ જરૂરી છે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.