સાયલા ગામની સીમમાંથી પિત્તળના ટોગલ પીનની થયેલી ચોરીનો ભેદ ઉકેલતી સુરેન્દ્રનગર એલ સી બી - At This Time

સાયલા ગામની સીમમાંથી પિત્તળના ટોગલ પીનની થયેલી ચોરીનો ભેદ ઉકેલતી સુરેન્દ્રનગર એલ સી બી


પિત્તળની ટોગલ પીન તથા નળીયા મળી કુલ પિત્તળનું વજન કિલો 128 કિ.રૂ.76,420 તથા અન્ય મળી કુલ રૂ.96,840 ના મુદ્દામાલ સાથે સાયલા તાલુકાના મોટા કેરાળા ગામના ત્રણ ઈસમો ઝડપાયા.

સાયલા ગામની સીમમાં આવેલ તિરુપતિ સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ ભરડીયાના સ્ટોર રૂમની કોઈ અજાણ્યા ઈસમોએ બારી તોડી તેમાં રાખેલ પિત્તળની ટોગલ પીન નંગ 5 તથા પિત્તળના નળીયા નંગ 3 એમ કુલ મળી રૂ.72,000 નો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા સુરેન્દ્રનગર દ્વારા ઉપરોક્ત ગુન્હો શોધી કાઢવા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી પીઆઇ શ્રી એમ ડી ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ વી આર જાડેજા એએસઆઈ વાજસુરબા, ઋતુરાજસિંહ, ભુપેન્દ્ર કુમાર સહિત સમગ્ર ટીમ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી ઉંડાણપૂર્વક તપાસ અને ચોક્કસ માહિતી મુજબ સાથે સાયલા તાલુકાના મોટા કેરાળા ગામના ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આરોપી રમણીકભાઈ લાભુભાઈ કુકવા તેમજ રવિ બટુકભાઈ ઓગણીયા તેમજ રમેશ મનસુખભાઈ ઝાપડીયા વાળાઓની સઘન પૂછપરછ કરતા મુજપુર આરોપીઓની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી ચોરી કરેલ મુદ્દામાલ આરોપીએ ખેતરમાં દાટીને રાખેલ હોવાનું જણાવતા મોટા કેરાળા ગામની સીમમાં આવેલ વાડીમાં તપાસ કરતા ખેતરમાં દાટેલા પિત્તળની ટોગલ પીન તેમજ પિત્તળના નળીયા તેમજ બારી તોડવા ઉપયોગ કરેલ લોખંડની કોસ તથા મોબાઈલ નંગ 3 કિ.રૂ.20,000 એમ કુલ મળીને કિ.રૂ.96,840 નો મુદ્દામાલ જપ્ત કરી ધરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon