અનુકૂળતા - રવિવારે વેક્સિનેશન ચાલુ રાખતા એક જ દિવસમાં 8441એ લીધો બુસ્ટર ડોઝ - At This Time

અનુકૂળતા – રવિવારે વેક્સિનેશન ચાલુ રાખતા એક જ દિવસમાં 8441એ લીધો બુસ્ટર ડોઝ


ઔદ્યોગિક વિસ્તારોમાં બુધવારે રજા હતી તે દિવસે 9500 નોંધાતા તંત્રને આવ્યો વિચાર

નંદનવન આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ 1086 ડોઝ અપાયા, હુડકો કેન્દ્રમાં ફક્ત 54 આવ્યા

રાજકોટ મહાનગરપાલિકાએ રવિવારના દિવસે પણ વેક્સિનેશન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી જેને લઈને એક જ દિવસમાં 8441 બુસ્ટર ડોઝ નોંધાયા હતા જે બુધવાર બાદનો સૌથી મોટો આંક છે. રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થતા જ બે દિવસમાં સ્ટોક ખાલી થઈ ગયો હતો. જથ્થો પૂર્વવત થયો પણ લાભાર્થીઓ નોંધાતા ન હતા. આ દરમિયાન 27મીએ બુધવારે 9514 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો જે મહિનાનો સૌથી મોટો આંક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.