રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા “સ્વનિધિ સ્નેહમિલન મહોત્સવ” યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vpjnngfesgajon2g/" left="-10"]

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા “સ્વનિધિ સ્નેહમિલન મહોત્સવ” યોજાયો.


રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા “સ્વનિધિ સ્નેહમિલન મહોત્સવ” યોજાયો.

*રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૨ ના રોજ રાજ્ય સરકારશ્રી તરફથી મળેલ સુચના અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકા કક્ષાએ તા.૨૫/૯/૨૦૨૨નાં રોજ પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ પી.એમ. સ્વનિધી યોજના દ્વારા સમર્થિત શેરી ફેરિયાઓની ઓળખ કરી ધિરાણ મેળવેલ ફેરિયાઓની સારી ઈમેજ, ડીઝીટલ ટ્રાન્ઝેકશન માટેની વ્યવહાર કુશળતા વગેરે ધ્યાને લઇ ફેરીયાઓને આમંત્રિત મહેમાનો સાથે સંવાદ યોજી તેમજ આ મહોત્સવ દરમિયાન ફેરિયાઓ અને તેમના પરિવારને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ કરી પારિવારિક માહોલ બને તે છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૫/૯/૨૦૨૨નાં રોજ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ રાજકોટ ખાતે સમય સાંજનાં ૪ થી ૮ કલાક દરમ્યાન પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે “સ્નેહમિલન” કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ માન.મેયર ડૉ.પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી જયોત્સનાબેન ટીલાળા તથા ડેપ્યુટી કમિશનરશ્રી ચેતનભાઈ નંદાણી, આસી.સહાયક કમિશનરશ્રી એચ.આર.પટેલ, આસી.મેનેજરશ્રી કે.ડી.વાઢેર, શ્રી એન.એમ.આરદેસણા ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં મેયરશ્રી ડૉ.પ્રદિપ દવએ જણાવ્યું હતું કે માન.વડાપ્રધાન તથા ગુજરાતના માન, મુખ્યમંત્રીએ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર કરવા પીએમ સ્વનીધિ યોજનાનો આરંભ કરવામાં આવેલ. આ યોજનાનાં લાભથી નાનામાં નાનો વ્યક્તિ લોન મેળવી પોતાની આજીવિકા પુના:સ્થાપિત કરી શકે છે. જેથી તેમના બાળકો પણ સારી સ્કુલમાં ભણી શકે. આ અંગે ની ચિંતા ભાજપ સરકારે કરી છે. આ ઉપરાત વ્યક્તિ બીમાર પડે ત્યારે પ લાખ રૂપિયા સુધીની સહાય આયુષ્માન ભારત યોજના થાકી લાભ મેળવી શકે છે અને અંતે અપીલ કરતાં જણાવ્યું કે આ યોજનાનો લાભ વધુમાં વધુ મેળવો તથા તમારા આજુબાજુના જરૂરીયાત મંદ વ્યક્તિને આ યોજના અંગેની માહિતી પુરી પાડે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા ઉદબોધન કરતા કહ્યું કે જ્યાં માનવી ત્યાં સુવિધાએ આપણા માન. વડાપ્રધાનશ્રીનું સુત્ર છે. તેને સાર્થક કરવા તથા કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ શેરી ફેરિયાઓને પગભર બનાવવા તથા છેવાડાના ફેરિયાઓને આ પીએમ સ્વનીધિ યોજનાનો લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમ નો આયોજના કરવામાં આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શેરી ફેરિયાઓ વધુ ને વધુ આ યોજનાનો લાભ મેળવે અને આત્મનિર્ભર થાય. આ કાર્યક્રમમાં રાજુભાઈ ગઢવી (લોક/સાહિત્યકાર) અને તેમની ટિમ દ્વારા લોક ડાયરો રજુ કરવામાં આવેલ. ત્યારબાદ સમારોહના અધ્યક્ષ માન.શ્રી ડૉ.પ્રદીપ ડવ તથા મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ અને મંચસ્થ મહાનુભાવોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું. શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી જયોત્સનાબેન ટીલાળા દ્વારા સ્વાગત પ્રવચન કરેલ અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી દ્વારા આભારવિધિ કરવામાં આવેલ તેમજ રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળાનં.૬૪ ની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]