દામનગર પાલિકા ની ખાડા પુરાણ ની તરકીબ ભૂગર્ભ ગટર કનેક્શન માં ખુલ્લી ગટર પુરી લોકો ને મજબૂર કરાયા પરિપત્ર વિરુદ્ધ જાતે મોટો ખર્ચ કરી કનેક્શન અને રિપેરીગ કર્યું તેવી જ સ્થિતિ ફરી નિર્માણ કરતું તંત્ર - At This Time

દામનગર પાલિકા ની ખાડા પુરાણ ની તરકીબ ભૂગર્ભ ગટર કનેક્શન માં ખુલ્લી ગટર પુરી લોકો ને મજબૂર કરાયા પરિપત્ર વિરુદ્ધ જાતે મોટો ખર્ચ કરી કનેક્શન અને રિપેરીગ કર્યું તેવી જ સ્થિતિ ફરી નિર્માણ કરતું તંત્ર


દામનગર સહનશીલ જનતા માટે પાલિકા ની ફરી જૂની તરકીબ  શહેર ની મુખ્ય બજાર સરદાર ચોક થી માણેક ચોક ખોડિયાર ચોક જૂની શાકમાર્કેટ ધાંચી વાડ લુહાર શેરી ઉંડપા સહિત સિપાઈ શેરી સહિત અનેકો રહેણાંક વિસ્તારો માં પાલિકા તંત્ર પેવર બ્લોક રસ્તા ની સ્થિતિ જાણે છે પણ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ અડધા ખાડા ઓ હાલાકી થી શહેરીજનો પુરી દેશે અને અડધા કચરા ધૂળ થી અને પાલિકા ધૂળ ના ફેરા ઓ નાખી પુરી દેશે ભુર્ગભ ગટર બાદ ખુલ્લી ગટરો પુરી હાલાકી ઉભી કરી લોકો ને જાતે કનેક્શન લેવા મજબુર કરાયા હતા હતા ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ ના પરિપત્ર વિરુદ્ધ જઈ ખૂબ મોટી કનેક્શન ફી વસૂલી પાલિકા એ આપવા નું કનેક્શન લોકો એ સ્વખર્ચે લેવા મજબુર કરાયા  ભૂગર્ભ ગટર કનેક્શન વખતે જે રીતે ખુલ્લી ગટરો બુરી જેથી રસ્તા ઓ ઉપર ધર વપરાશ નું પાણી આવે ગંદકી ન થાય અને મજબુરી વશ સહનશીલ શહેરીજનો ને મજબુર કરાયા હતા તેવી જ ટેકનિક અત્યારે  વાપરી ગુજરાત ગેસે ખોદેલ ખાડા પુરવા શહેરીજનો મજબુર બનવું પડે છે મકાન ની દીવાલો પાસે મિલકતો ના પાયા માં વરસાદી પાણી ઉતરે તે રીતે દીવાલો પાસે ગળાયેલ ખાડા ઓ પુરવા પાલિકા તંત્ર કોઈ દરકાર નહિ લેતા સહનશીલ શહેરીજનો જાતે ખાડા પૂરે  તેવી સ્થિતિ નિર્માણ કરાય ભૂગભ ગટર વાળી  તરકીબ અત્યારે દામનગર નગરપાલિકા એ અપનાવી છે આખું શહેર ખાડાનગરી માં ફેરવાયું છતાં પાલિકા તંત્ર દરકાર લેતું નથી પેવર બ્લોક રસ્તા ઓમાં ભારે ભયંકર ખાડા ઓ શહેરીજનો ની મિલકતો ની દીવાલો ને લાગી ને ખોદેલા છે વરસાદ નું પાણી અંદર ઉતરે નહિ તે માટે લોકો સ્વંયમ ખાડા પૂરે તેવી તરકીબ અજમાવતી પાલિકા દામનગર શહેર ના તમામ પેવર બ્લોક રસ્તા ઓની પ્રાદેશિક કમિશનર કચેરી એથી સમીક્ષા કરાય તો હકીકત નો ખ્યાલ આવે કે શહેરીજનો ની સુખાકારી માટે તંત્ર કેવું કારગત છે વર મરો કન્યા મરો પણ મારું તરભાણુ ભરો ભારે સહનશીલ શહેતિજનો ની સમસ્યા માટે શહેરી વિકાસ વિભાગ ધ્યાન આપે તેવી રજુઆત કરાય

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.