રાજકોટ સેન્ટ્રલ જેલના બે કેદીને મંકી પોક્સના શંકાસ્પદ લક્ષણો જણાતા ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ, સિવિલમાં 30 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર - At This Time

રાજકોટ સેન્ટ્રલ જેલના બે કેદીને મંકી પોક્સના શંકાસ્પદ લક્ષણો જણાતા ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ, સિવિલમાં 30 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર


રાજકોટની સેન્ટ્રલ જેલમાં બે કેદીને મંકી પોક્સના લક્ષણો જણાતા જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મંકી પોક્સ વાયરસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત સરકારને જરૂરી સૂચના આપી હતી. તેના આધારે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મંકી પોક્સ માટે ખાસ 30 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.