એપ્રિલ પછી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ - At This Time

એપ્રિલ પછી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ


રાજકોટ નજીક આવેલા હિરાસર એરપોર્ટના નિરીક્ષણ માટે ઓથોરિટીની ટીમ આવશે.

જાન્યુઆરીમાં લાઇસન્સ માટેની અરજી કરાશે, રાજકોટમાં જ પાઇલટ ટ્રેનિંગ શરૂ થશે.

હિરાસર એરપોર્ટ પર હાલ રન વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટર્મિનલ બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરીમાં સંભવત ટેસ્ટ કરવામાં આવશેે. જોકે આ પહેલા એરપોર્ટ ઓથોરિટીની ટીમ નિરીક્ષણ માટે બુધવારે આવશે. જે બે દિવસ માટે અહીં રોકાશે. નિરીક્ષણ કર્યા બાદ લાઇસન્સ લેવા માટેની અરજી કરાશે. જેને મંજૂરી મળશે. પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. આમ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થતા હજુ ત્રણ માસ જેટલો સમય લાગી શકે છેે. તેમજ રાજકોટ ખાતે જ પાઇલટ ટ્રેનિંગની સુવિધા ઊભી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.