ધંધુકા ન દાદા બાપુના ધામમાં પચ્છમ જવાનું બંધ કરી દેનારા બિલ્ડર પર ભૂવાના ભાઈ સહિત 10નો હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vivc6idyrtjaj0lo/" left="-10"]

ધંધુકા ન દાદા બાપુના ધામમાં પચ્છમ જવાનું બંધ કરી દેનારા બિલ્ડર પર ભૂવાના ભાઈ સહિત 10નો હુમલો


દાદા બાપુના ધામમાં જવાનું બંધ કરી દેનારા બિલ્ડર પર ભૂવાના ભાઈ સહિત 10નો હુમલો

બોપલના મેરીગોલ્ડ સર્કલ નજીકની ઘટના, સ્વબચાવમાં બિલ્ડરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ભૂવા અને તેમના ભાઈ બિલ્ડર પર આક્ષેપ કરતા હોવાથી વિવાદ ચાલી રહ્યો હતો.

અમદાવાદ

ધંધુકાના પચ્છમ ગામમાં દાદા બાપુ ધામમાં બે વર્ષથી દર્શન કરવા જતા બિલ્ડરે ચાર મહિના પહેલાં ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. આ વાતની અદાવત રાખી ત્યાંના ભૂવા વિજયસિંહ સોલંકીના નાના ભાઈ રાજેન્દ્રસિંહ સોલંકી અને બિલ્ડર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા હોવાથી ઝઘડો ચાલી રહ્યો હતો, જેની અદાવત રાખી રાજેન્દ્રસિંહ સોલંકીએ 10 લોકો સાથે બોપલના મેરીગોલ્ડ સર્કલ પાસે પહોંચી બિલ્ડર પર હુમલો કર્યો હતો. જોકે સ્વ બચાવમાં બિલ્ડરે રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ગોળીબાર કર્યા હતા.

મૂળ ધંધુકાના અને બોપલમાં રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા ભવાની બિલ્ડર્સના નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલાં ઉપેન્દ્રસિંહ દાદા બાપુના ધામમાં દર્શન કરવા જતા હતા, જેથી ત્યાંના ભૂવા વિજયસિંહ સોલંકી સાથે ઉપેન્દ્રસિંહને સારા સંબંધ હતા. જોકે કામની વ્યસ્તતાના કારણે ચાર મહિનાથી જવાનું બંધ કરી દીધું હતું. આથી વિજયસિંહ અને તેમના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ઉપેન્દ્રસિંહને આવવાનું કહેતા હતા અને ખોટા આક્ષેપ કરતા હતા. દરમિયાન મંગળવારે રાતે 9 વાગ્યે ઉપેન્દ્રસિંહ મિત્ર રઘુ મોરી સાથે બાવળિયારી જઈ રહ્યાહતા ત્યારે રસ્તામાં રાજેન્દ્રસિંહે ફોન કરીને કહ્યું હતું કે, બાવળિયારી ડાયરામાં આવો છો તો તૈયારીમાં આવજો. આથી આ અંગે ઉપેન્દ્રસિંહે ભૂવાજી અને પોતાના મોટા ભાઈ વનરાજસિંહને વાત કરી હતી.

આથી વિજયસિંહ અને વનરાજસિંહ આ અંગે સમાધાન માટે બગોદરાની હોટલે ભેગા થયા હતા. જ્યારે બીજી બાજુ ઉપેન્દ્રસિંહ રાતે 1.45 વાગ્યે ગાડી લઈ સનાથલ સર્કલથી ઘરે ગયા હતા અને બનેવી પ્રવીણસિંહ ડોડિયા સાથે ત્યાંથી

તેઓ ઘુમાની સાઇટ પર ગયા હતા. તેઓ મેરીગોલ્ડ સર્કલ પહોંચ્યા ત્યારે ત્યાં પાંચ ગાડીમાં રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત આઠથી 10 લોકો હતા. તેમણે બૂમ પાડતા ઉપેન્દ્રસિંહ ગાડી પાછી વાળી ત્યાં આવ્યા હતા. જ્યાં તમામે ઉપેન્દ્રસિંહ પર લાકડી, પાઇપો, ધોકા વડે હુમલો કરી ગાડી પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. જ્યારે સ્વબચાવમાં ઉપેન્દ્રસિંહે લાઈસન્સ વાળી રિવોલ્વર કાઢતા રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સાથે ઝપાઝપી થતા ટ્રિગર દબાઈ જતા હવામાં એક રાઉન્ડ તેમ જ ઉપેન્દ્રસિંહની ગાડી પર એક રાઉન્ડ ગોળીબાર થયો હતો. આ અંગે ઉપેન્દ્રસિંહે બોપલપોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરાયો છે.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]