જસદણના જસાપરમા નવી ગ્રામ પંચાયત ભૂગર્ભ ગટર ટિપરવાન સહિત લાખો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા - At This Time

જસદણના જસાપરમા નવી ગ્રામ પંચાયત ભૂગર્ભ ગટર ટિપરવાન સહિત લાખો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા


જસદણના જસાપરમા નવી ગ્રામ પંચાયત ભૂગર્ભ ગટર ટિપરવાન સહિત લાખો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

ધારાસભ્ય કુંવરજી બાવળીયા ઉદ્યોગપતિ રૂડા ભગત પરેશ રાદડિયા ભાવેશ વેકરીયા નાથા વાસાણી જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત સહિતના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

જસદણ તાલુકાના જસાપર ગામની અંદર લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત અનૅ લોકાર્પણ કરવામાં આવ્યા હતા જેમાં નવી ગ્રામ પંચાયત ભૂગર્ભગટર ટીપરવાન તેમજ અન્ય વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા જેમાં જસદણ વિંછીયા ના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીય, જિલ્લા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા, જસાપરના વતની પર્યાવરણ પ્રેમી દાતા અને અગ્રણી ડાયમંડ ઉધોગપતિ રૂડાભાઈ ભવાનભાઈ ભાયાણી રૂડા ભગત જસાપર ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈ ડામસિયા જળસંચય નિગમના પુર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ દેવશીભાઈ ટાઢાણી જસદણ તાલુકા ભાજપના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા હરેશભાઈ કચ્છી જસદણ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાછાણી સહિત આજુ બાજુ ગામના સરપંચો અને ગામના આગેવાનો, ગ્રામજનો માતાઑ ભાઇઑ તથા બહેનો એ હાજરી આપીહતી.ઉપરૉકત વિકાસના કાર્ય માટેની ગ્રાન્ટ જિલ્લા પંચાયત ના 15 મા નાણાપંચ માંથી 15 લાખ રૂપિયાની ગ્રામ પંચાયત નવી બનાવવાનીતથા ,5,80,000/- ની ભુગર્ભ ગટર,તૅમજ રૂ 2,00,000 ની ટિપરવાન તથા અન્ય યોજના માંથી લાખૉ રૂપિયા ના વિકાસના કાર્યોનું ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવેલ હતુ સૌનો સાથ ગામનો વિકાસ મારું ગામ મારુ ગૌરવ ગ્રામ્ય વિસ્તારને શહેર કક્ષા જેવી જ આબેહૂબ સુવિધા આપવા સરકાર કટિબધ્ધ છૅ
નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.