રસનાળ તળાવીયા પરિવાર ના સહયોગ થી નિર્માણ ભવ્ય પ્રવેશદ્વાર નું બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી ના વરદહસ્તે લોકાર્પણ - At This Time

રસનાળ તળાવીયા પરિવાર ના સહયોગ થી નિર્માણ ભવ્ય પ્રવેશદ્વાર નું બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી ના વરદહસ્તે લોકાર્પણ


ગઢડા સ્વામીના તાલુકા ના રસનાળ ખાતે ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતા તળાવીયા પરિવાર ના આર્થિક સહયોગ થી નિર્માણ કલાત્મક નયમ રમ્ય પ્રવેશદ્વાર નું બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી ના વરદહસ્તે લોકાર્પણ વાત્સલ્ય મૂર્તિ અ.નિ અંબાબેન મોહનભાઇ તળાવીયા ની સ્મૃતિ માં સદગત ના પુત્રરત્ન એવમ પૌત્રરત્ન શ્રી ગ્રુપ પરિવાર ના મોભી દિનેશભાઇ તળાવીયા પરિવાર ના શ્રી ચંપાબેન બાલુભાઈ તળાવીયા શ્રી જલ્લાબેન દિનેશભાઇ તળાવીયા ની ઉદારતા એ વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી અંબાબેન ની પુણ્યસ્મૃતિ માં સુંદર પ્રવેશદ્વાર નિર્માણ કરાયો છે વિક્રમ સંવત ૨૦૭૯ ના નૂતન વર્ષ પ્રસંગે પ્રવેશદ્વાર લોકાર્પણ એવમ સમસ્ત રસનાળ ગામ સ્નેહ મિલન માં સામાજિક સંવાદિતા સાથે અઢારે આલમ ની વિશાળ ઉપસ્થિતિ માં સદગત ના પુત્રરત્ન બાલુભાઈ તળાવીયા પૌત્રરત્ન દિનેશભાઈ તળાવીયા પરિવારે ગ્રામવિકાસ નું સુંદર કાર્ય કરતા સર્વત્ર સરાહના કરાય હતી ઉપસ્થિત સમસ્ત રસનાળ ગામ ના સ્નેહ મિલન માં પરસ્પર એકેયતા ભાતૃપ્રેમ ના દર્શનીય નજરા વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી સહિત નો સામૈયા સત્કાર સાથે ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સમસ્ત રસનાળ ગામ ની એકતા ની સરાહના કરતા મહાનુભવો ની ઉપસ્થિતિ માં દાતા પરિવાર ના આર્થિક સહયોગ થી ગ્રામ વિકાસ નો સુંદર સદેશ હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.