વડોદરા: રિફાઇનરીના ભારદારી વાહનોને કારણે રસ્તો બન્યો ઉબડખાબડ: લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન

વડોદરા: રિફાઇનરીના ભારદારી વાહનોને કારણે રસ્તો બન્યો ઉબડખાબડ: લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન


વડોદરા,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા ગુજરાત રિફાઇનરી કંપનીના ભારદારી વાહનોના લીધે બાજવા થી કોયલી સુધીનો રસ્તો  ઉબડ ખાબડ થઈ ગયો છે. ગુજરાત રિફાઇનરી ના ભોગે જાહેર જનતા અને વિદ્યાર્થી ઓ ને હાલાકીનો સામનો કરવો પડે છે.કોયલી ગામના સરપંચ  જણાવે છે કે વડોદરા શહેરની ઉત્તરે આવેલા બાજવા થી કોયલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ ચંદ્રની ધરતી જેવો થઈ ગયો છે  હાલતમાં છે આ રસ્તા ઉપર ગુજરાત રિફાઇનરી તેમજ તેમાં ચાલતા કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના અત્યંત ભારદારી વાહનો જેવા કે જેસીબી, હાઇડ્રા ફોકલેન્ડ મિલરો, હેવી ટ્રકો, પુલર તેમજ ટ્રક અને ટ્રેલરો માં ભારદારી સામાન વેસલ લોડીંગ થતું હોય...છે જે ભારદારી વાહનો એકમાત્ર આ જ રસ્તા ઉપર થી અવર જવર કરતા હોય સમગ્ર રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે અને પાણી ભરાઈ ગયા છે આ રસ્તા ઉપર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરેલ નથી જેથી સતત પાણી ભરાયેલું રહે છે આ વિસ્તારમાં સંખ્યાબંધ શાળાઓ આવેલી છે અને કોયલી અનગઢ ધનોરા જસાપુરા શેરખીના અસંખ્ય વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપર થઈને શાળામાં જતા હોય છે તે તમામ બાળકોને આ ગંભીર રસ્તા ના કારણે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે તેઓના ગણવેશ પણ બગડી જતા હોય છે અને કેટલાય બાળકો આ રસ્તાના લીધે ખાડાઓમાં પડી જવાથી ઘાયલ પણ થયા છે અને અકસ્માતનો ભોગ પણ બનેલ છેઆ રસ્તો કોયલી તરફના ગામોથી બાજવાને જોડતો એકમાત્ર રસ્તો છે અને આ રસ્તા ઉપર અસંખ્ય જાહેરજનતાં અને કંપનીમાં કામ કરતા કામદારો પણ અવર-જવર કરતા હોય આ બીસ્મર રસ્તા ના કારણે  જનતા ને હાલાકીનો સામનો કરવો પડતો હોય આ રસ્તો મહાકાય ઉદ્યોગ ગુજરાત રિફાઇનરીમાં ચાલતા કોન્ટ્રાક્ટરો અને ગુજરાત રિફાઇનરી ના વાહનોના કારણે બગડેલ હોય સંબંધિત સત્તાધીશો સત્વરે આ બાબતને ધ્યાનમાં લઇ યુદ્ધના ધોરણે આ બીસ્માર રસ્તાનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે રીતે કામગીરી કરે.અન્યથા આ બિસ્માર રસ્તાના સમારકામ માટે અમારે ઉચ્ચ રજૂઆત સહિત ગાંધી ચિધ્યા  માર્ગે આગામી દિવસોમાં ચક્કાજામના કાર્યક્રમ આપવાની ફરજ પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રિફાઇનરી સત્તાધીશો અને રોડ રસ્તા ને સંબંધિત સરકારી અધિકારીઓની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »