ચોરવાડમાં સૌ પ્રથમ અતિ આધુનિક સુવિધાઓ સાથે શાશ્વત દાંતનું દવાખાનું શુભ આરંભ થતા લોકો માં ખુશી નો માહોલ - At This Time

ચોરવાડમાં સૌ પ્રથમ અતિ આધુનિક સુવિધાઓ સાથે શાશ્વત દાંતનું દવાખાનું શુભ આરંભ થતા લોકો માં ખુશી નો માહોલ


માળીયા હાટીના તાલુકાના ચોરવાડ તથા આસપાસના તમામ જનતાને જણાવતા આનંદ થાય છે કે હવે ચોરવાડ પોલીસ સ્ટેશનની સામે, પ્રભુ નિવાસ ની નજીકમાં શાશ્વત દાંતનું દવાખાનું ડો અશોક એન. મોરી ( BDS) દાંતના સર્જન દ્વારા દાંતના કોઇપણ રોગની સારી - યોગ્ય અને આધુનિક સુવિધા થી સારવાર મળી રહે એવા હેતુથી ચોરવાડ મુકામે શાશ્વત દાંતના દવાખાનાનું શુભ આરંભ કરેલ આ શુભ આરંભ રાજીકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનો, સગા સબંધી મિત્રો મંડળ અને ગ્રામ જનો ની ઉપસ્થિતિ માં આચાર્ય શાત્રીજી પાસે શાસ્ત્રોક વિધિ કરી આ શાશ્વત દાંતનું દવાખાનું ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

શાશ્વત દાંતનું દવાખાના માંઉપલબ્ધ સુવિધાઓ કોઇપણ પ્રકારનો દાંત કે ડાઢ દુખાવા વગર કાઢી આપવામાં આવશે. ડહાપણ ડાઢ ઓપરેશનથી કાઢવાની સુવિધા.

દાંત અને પેઢાના રોગનું ડિઝીટલ એકસ રે ( Portable X-Ray,RVG) દ્વારા સચોટ નિદાન અને સારવાર.

સડી તુટી ગયેલા રસીવાળા દાંત બચાવવાની સારવાર(રૂટ કેનાલ ટ્રીટમેન્ટ RCT) દાંત/દાઢના કવર તથા ફિકસ દાંત બેસાડવાની સુવિધા (ગોલ્ડ, સિલ્વર, સિરામીક) દાંતમાં દાંતના કલરની સીમેન્ટ ( GIC, Composite) પુરવાની સારવાર. દાંતની સફાઇ માટે અલ્ટ્રાસોનીક સ્કેલીંગ તથા પાયોરીયાની સારવાર. બત્રીસી તથા ફોલ્ડીંગ ચોકઠા બનાવવાની સુવિધા.
સ્ક્રુ (ઇમ્પ્લામેન્ટ) વડે ફિકસ દાંત અને બત્રીસી બનાવવાની અત્યાધુનિક સુવિધા. ૦મોં ના કોઇપણ રોગ જેવા કે, કેન્સર, સડો,પાયોરીયા વગેરેના સચોટ નિદાન માટે (Intra Oral Camera) ની સુવિધા.
વાંકા-ચુકા દાંતને તાર (Orthodontics) દ્વારા સીધા કરવાની સુવિધા. બાળકોના મોં ના અને દાંતના બધા રોગોની સારવાર.
પાન-માવા-મસાલાથી બંધ થયેલું મોઢુ દુખાવા રહિત, લોહી રહીત લેઝર સર્જરી દ્વારા ખોલી આપવામાં આવશે

હલતા દાંતને મજબુત કરવાની સારવાર (Splinting). જન્મથી ડાઘવાળા દાંતના ડાઘ દુર કરવાની સારવાર (Bleaching).
સહિત ની સારવાર તદ્દન અતિ આધુનિક સુવિધાઓ સાથે સારવાર કરવામાં આવશે

બાઈટ ડો અશોક એન. મોરી ( BDS) દાંતના સર્જન

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.