દહેગામ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાનો મેળો યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v5yfaycmxyipvyxl/" left="-10"]

દહેગામ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાનો મેળો યોજાયો


દહેગામ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત જીલ્લા અને તાલુકા કક્ષાના મેળાનું આયોજન ટાઉનહોલ (ઓડીટોરીયમ) દહેગામ ખાતે યોજાયુ.જેમાં મિલેટ ડેવલમેન્ટ યોજના હેઠળ મિલેટ ધાન્ય અંગે લોકજાગૃતતા લાવવા અને આ પ્રકારના ધન્યનો લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા થાય તે માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. મિલેટ ધાન્ય વિવિધ મિનરલથી ભરપૂર હોય છે, જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે. તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય લુપ્ત થતાં જાય છે, જેથી તેનો રોજીંદા જીવનમાં વ્યાપ વધારવા રાજ્ય સરકાર તરફથી જન જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવે છે.
દરેક ખેડૂત રાસાયણિક તત્વો છોડી પ્રાકૃતિક ઢબે મિલેટ ધાન્ય પાકોનું વાવેતર કરે અને તેને રોજીંદા જીવનમાં ખોરાક તરીકે ઉપયોગમાંલે જેથી રાસાયણિક દવા અને ખાતરથી થતા રોગોમાંથી મુક્તિ મળી શકે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી: શ્રીમતી શિલ્પાબેન જયેશકુમાર પટેલ (માન પ્રમુખશ્રી જિલ્લા પંચાયત,ગાંધીનગર), અતિથિ વિશેષ: શ્રી બલરાજસિંહ ચૌહાણ (માન.ધારાભ્યશ્રી,દહેગામ), શ્રી અશોકભાઈ પટેલ (માન પ્રમુખશ્રી તાલુકા પંચાયત, દહેગામ), શ્રીમતી પારસબેન કિરીટસિંહ બિહોલા (માન.ઉપ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત,ગાંધીનગર), સુમેરૂભાઈ અમીન, રમણભાઈ દેસાઈ ,ખેતીવાડી શાખા ના અધિકારીઓ, ગ્રામસેવક, ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રીપોર્ટર...મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]