જયુબીલી, લાખાજીરાજ રોડ સહિતના રસ્તેથી 22 રેંકડી અને 23 પથારા જપ્ત - At This Time

જયુબીલી, લાખાજીરાજ રોડ સહિતના રસ્તેથી 22 રેંકડી અને 23 પથારા જપ્ત


મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ચાર દિવસમાં જુદા જુદા વિસ્તારમાંથી વધુ રર રેંકડી-કેબીન સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે. જુના વેપારી વિસ્તારમાં દબાણો હટાવવા ગાડીના રાઉન્ડ વધારી દેવાયા છે.
તા.21થી 24-10 દરમ્યાન શુક્રવારી બજાર સ્ટાર્સ સોસાયટી, પંચનાથ પ્લોટ, એકલવ્ય ચોક, ગાયત્રીનગર, જયુબીલી માર્કેટ, કાલાવડ રોડ, ભીમનગર, પુષ્કરધામ, બાપા સીતારામ ચોકમાંથી 22 રેેંકડી-કેબીન કબ્જે કરાયા હતા તો ભાવનગર રોડ, ગ્રીન લેન્ડ ચોકડી, ગોવિંદબાગ શાક માર્કેટ, શુક્રવારી બજાર, લાખાજીરાજ રોડ, જયુબીલી માર્કેટ, કુંડલીયા કોલેજ રોડ, પુષ્કરધામ, પાટીદાર ચોક પરથી રસ્તા પર પથારા સહિતની 23 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
લાખાજીરાજ રોડ, રામનાથપરા, જયુબીલી સહિતના રસ્તેથી 36 કિલો શાકભાજી અને ફળ કબ્જે લેવાયા હતા તો કુવાડવા રોડ, ટાગોર રોડ, રામનાથ પરા, મહિલા કોલેજ અંડર બ્રીજ, 150 ફુટ રોડ, કોટેચા ચોકમાંથી 14 બોર્ડ-બેનર કબ્જે લેવાયાનું દબાણ હટાવ શાખાએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.