બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગમાંથી બોટાદના બોડીગામ રેહવાસી વકીલનુ મોટરસાયકલ ચોરી - At This Time

બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગમાંથી બોટાદના બોડીગામ રેહવાસી વકીલનુ મોટરસાયકલ ચોરી


બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગમાંથી બોટાદના બોડીગામ રેહવાસી વકીલનુ મોટરસાયકલ ચોરી

બોટાદ તાલુકા સેવા સદનના પાર્કિંગ માંથી બોડી ગામના વકીલનુ મોટરસાયકલ ચોરાયું હતું.બોટાદ જિલ્લાના બોડી ગામે રહેતાં વકીલ નીલેશભાઈ બટુભાઇ ધોરીયાનુ મોટરસાયકલ તારીખ,9 એપ્રિલની સાંજના 5:15 કલાકે તેના મિત્ર અમીતભાઇ .લશ્કરી કે જે વકીલાતનો વ્યવસાય કરે છે. તે બાઈક લઈને બોટાદ તાલુકા સેવા સદન ખાતે ગયા હતા અને આ વાહન પાર્કિંગમાં પાર્ક કર્યુ હતુ અને ત્યાર બાદ સાંજના આશરે 6.00 કલાકે પરત ફરતા આ બાઈક જે જગ્યા એ પાર્ક કર્યુ હતું ત્યાં મળી આવ્યુ નહીં ત્યારબાદ આજુબાજુમાં ઘણી શોધખોળ કર્યા બાદ આ વાહન મળી ન આવતા આ બનાવ અંગે તા.15 એપ્રિલના રોજ નીલેશભાઈ બટુકભાઈ ધોરીયાએ તાલુકા સેવા સદન ખાતે પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી લઈ ગયા હોવાની બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ૩૭૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુલદીપ ભાઈ ઝાલા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.