ચૂંટણી અંગેના કોઈપણ પ્રકારના પરિણામની આગાહી ઉપર પ્રતિબંધ - At This Time

ચૂંટણી અંગેના કોઈપણ પ્રકારના પરિણામની આગાહી ઉપર પ્રતિબંધ


ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૫:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (Opinion Poll) સહીતની કોઈપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઈપણ ઈલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ છે, તેવી સ્પષ્ટતા કરતું જાહેરનામું ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.