89 માંગરોળ માળિયાહાટીના વિધાનસભા બેઠકમાં ભગવાનજીભાઈ કરગઠીયાને ભારતીય જનતા પાર્ટી તરફથી ટીકીટ મળતાં કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત - At This Time

89 માંગરોળ માળિયાહાટીના વિધાનસભા બેઠકમાં ભગવાનજીભાઈ કરગઠીયાને ભારતીય જનતા પાર્ટી તરફથી ટીકીટ મળતાં કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત


માળીયા હાટીના રેલ્વે સ્ટેશનથી મહારાણા પ્રતાપસિંહજી ચોક સુધી ભાજપના કાર્યોકરો દ્વારા બાઇક રેલી યોજી ઢોલ શરણાઈના શૂરે ભગવાનજી ભાઈ કરગઠિયા નું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જુનાગઢ જીલ્લાના સંસદ રાજેશ ચુડાસમા અને 89 માંગરોળ માળિયાહાટીના વિધાનસભા બેઠકના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠીયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યોકરોએ મહારાણા પ્રતાપસિંહજીને પુષ્પહાર કર્યા હતા

89 માંગરોળ માળિયાહાટીના વિધાનસભામાં બેઠક ઉપર ભગવાનજીભાઈ કરગઠીયાને ફરી રીપીટ કરાયા છે. પાર્ટી દ્વારા ટેલીફોનિક જાણ થતાં કાર્યકરો ઉત્સાહીત થયા હતા. ભગવાનજીભાઈ કરગઠીયા કોળી સમાજના આગેવાન છે અને ચોથી વખત વિધાનસભાની ચુંટણી લડશે. ટીકિટન માંગવા છતાં જસદણમાં સોંપાયેલી પ્રભારી તરીકે સારી રીતે જવાબદારી નિભાવતાં તેમને પાર્ટી દ્વારા ટીકીટ આપવામાં આવી હતી. ભગવાનજીભાઈને ટીકીટ મળતા કાર્યકરો કાર્યાલયે ખાતે ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભગવાનજીભાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલહતો. સંસદ રાજેશ ચુડાસમાએ કાર્યોકરોને ખંભે ખંભે મિલાવી ભાજપ જીતાડવા કામે લાગી જવાનું જણાવેલ

આ કાર્યક્રમમાં ઉપસ્થીત જુનાગઢ જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, હમીરસિંહ સીસોદીયા સહિત ભાજપના પ્રભારી, વિસ્તારકો, આગેવાનો અને કાર્યોકરો ઉપસ્થીત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.