ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા" ના ઉપલક્ષ્ય માં "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" ના "વિનયપિટક" અંતર્ગત એક ભવ્ય કોન્ફરન્સ નું આયોજન સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે કરવામાં આવેલ. - At This Time

ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા” ના ઉપલક્ષ્ય માં “મહા ગુજરાત બૌદ્ધ સંઘ” ના “વિનયપિટક” અંતર્ગત એક ભવ્ય કોન્ફરન્સ નું આયોજન સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે કરવામાં આવેલ.


અમદાવાદ માં "મહા ગુજરાત બૌદ્ધ સંઘ"દ્વારા છેલ્લા 5 વર્ષ થી સમગ્ર ગુજરાત ખાતે અસ્તિત્વ ધરાવે છે જેઓનું એકમાત્ર હેતુ તેમજ લક્ષ્ય છે કે બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકર જી નું સપનું "ભારત બુદ્ધમય બને તેમજ તેમનું અંતિમ સૂત્ર "ધર્માંતરણ, નામાંતરણ, સ્થળાંતરણ " સાકાર કરવા છેલ્લા 5 વર્ષ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌને બંધારણીય તેમજ સરકારી ચોપડે ઓન રેકોર્ડ સર્ટિ સહિત બૌદ્ધ બનાવવાની નિશુલ્ક પ્રક્રિયા કરી આપવામાં આવે છે.સાથે સાથે નવા નામ અટક માટે ગેજેટ પણ બનાવી આપવાની પ્રક્રિયા પણ કરી આપવામા આવે છે.જેમાં ગત તારીખ 26 માર્ચ 2023 ના રોજ "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" નું "પ્રથમ અધિવેશન" આયોજિત કરવામાં આવેલ અને તેમાં સંઘ ની તમામ કામગીરી ની માહિતી આધાર પુરાવા સહિત આપવામાં આવેલ.જેના અનુસંધાને ગત "તારીખ 05.05.23" "ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા" ના ઉપલક્ષ્ય માં "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" ના "વિનયપિટક" અંતર્ગત એક ભવ્ય કોન્ફરન્સ નું આયોજન સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે કરવામાં આવેલ.જેમાં દેશ નાં તેમજ ગુજરાત રાજ્ય ના ઇતિહાસ માં પ્રથમવાર "જાતી વિહીન જ્ઞાતિ વિહીન પરગણા વિહીન સંઘ" ની રચના કરવામાં આવી.તેના નીતિ નિયમો અને માપદંડ તૈયાર કરવામાં આવ્યા.જે આવનાર સમય માં પુસ્તિકા ના રુપે વિતરણ કરવામાં આવશે.જેના દ્વારા જે લોકોને મહા ગુજરાત બૌદ્ધ સંઘ માં જોડાવવું હોય તેઓ જોડાઈ શકે. જેમાં અમુક સર્તો ને આધીન નીતિ નિયમો ની રચના કરવામાં આવી છે.આ કોન્ફરન્સ માં સમગ્ર ગુજરાત રાજ્ય ના 18 જિલ્લાઓ ના કુલ 70 ધમ્મ અનુયાયીઓ એ ભાગ લીધો હતો અને આવનાર સંઘ ના ભાવિ માટે પોતાના પરિવાર તેમજ રાષ્ટ્ર માટે ની ભાગીદારી સુનિશ્ચિત કરી હતી. આ બદલ અમો સૌને અમારા લાખ લાખ સાધુવાદ..આપનો ધમ્મ બંધુસિંહલ બોધિધર્મન
સંસ્થાપક/સંચાલક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ,ગુજરાત પ્રદેશ.મો.9624353368
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.